કચ્છના કુકમા ગામના મહિલા સરપંચે ગટરનું પાણી શુદ્ધ કરી મિયાવાકી વન તૈયાર કર્યું, અત્યાર સુધી વાવ્યા 60000 વૃક્ષો!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 10:53:41
  • Views : 335
  • Modified Date : 2021-03-11 10:53:41

    અનેક ગામડામાં મહિલા સરપંચ હોય કે હોદ્દેદાર, પ્રોકસી વહીવટ તેમના પતિ જ કરતા હોય છે.પણ કુકમા ગામના મહિલા સરપંચે આ માન્યતા તોડી વિવિધતા પૂર્ણ અનેક જનકાર્યો હાથ ધર્યા છે. તેમાનો અેક મહત્ત્વનું અભિયાન છે ગામ અને અાસપાસના વિસ્તારમાં 60,000 વૃક્ષો વાવવાનું.

    સરપંચ કંકુબેન વણકરે સાથે વાતચીતમાં કહ્યું કે, મીયાવાકી જંગલ એટલે ખૂબ ગીચ રીતે વાવવામાં આવતા વૃક્ષોનું વન છે, જેનું નામાભિધાન જાપાનીઝ વનસ્પતિશાસ્ત્રીના નામ પરથી થયેલું છે. બે થી ત્રણ ફૂટના અંતરે આ વૃક્ષો વાવવામાં આવે છે. કુકમાના મતીયા દેવ મંદિરના પ્રાંગણમાં સર્જવામાં મીયાવાકી વનમાં દૈનિક 10,000 લીટર ગટરનું પાણી શુદ્ધ કરીને વૃક્ષોને અપાય છે. દુષિત જળ શુદ્ધ કરવાની કામગીરીમાં કુકમા ગ્રામ પંચાયતને એગ્રોસેલ કંપની દ્વારા સહયોગ મળ્યો હતો. ગામના ગૌસંવર્ધન માટે કાર્યરત રહેતા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોનું ફેન્સીંગ નિઃશુલ્ક કરી દેવાયું છે.

    વિધવા અને બીપીએલ કેટેગરીમાં આવતા બહેનોની દીકરીઓને નિઃશુલ્ક કરાટે તાલીમ પણ મહિલા સરપંચના માર્ગદર્શન ગ્રામ પંચાયત આપી રહી છે, જેથી આવનારા સમયમાં યુવતીઓ સ્વરક્ષણ કરી શકે. સરકારમાંથી જેને સહાય નથી મળતી તેવી ત્યકતા અને નિર્વિવાહિત બહેનો માટે બજેટ ફાળવી તેમને એપ્રિલ-2021થી સહાય ચૂકવશે. વિધવા બહેનોને ‘એકલશક્તિ' નામ પણ આપ્યું છે.


Download Our B K News Today App



Related News