પતિ સાથે આડા સંબંધોના વહેમમાં મહિલાએ વિધવાની હત્યા કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-15 10:50:17
  • Views : 647
  • Modified Date : 2020-10-15 10:50:17

   તલોદ તાલુકાના હરસોલના ગૌચરમાંથી ટીંબાવાસની ૪૫ વર્ષીય વિધવાની ૧૫ દિવસ અગાઉ હત્યા કરેલી લાશ મળી આવવાના પ્રકરણમાં સાબરકાંઠા. એસ.ઓ.જી. ડોગ સ્કવોડ, અને તલોદ પોલીસે સ્થળ પરથી મળેલ બંગડીના ટુકડા આધારે પડોશી મહિલાની અટકાયત કરી પૂછપરછ કરતાં મહિલા ભાંગી પડી હતી. તેના પતિ સાથે વિધવાને આડા સંબંધો હોવાની શંકાને પગલે વિધવાને જંગલમાં લાકડા લેવા ગઇ ત્યારે તેની સાથે ઝઘડો કરી માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યાની કબૂલાત કરી લીધી હતી. હત્યા કરાયેલ સ્થળ પરથી મળેલ બંગડીનો ટુકડો અને પડોશમાં રહેતી મહિલાના ની વિગતો મેળવવા દરમિયાન મહિલા ભાંગી પડી અને તેના પતિ સાથે વિધવાના આડા સંબંધોનો શક રાખી કુહાડીના ઘા ઝીંકી હત્યા કર્યાનું કબૂલ્યું હતું.

  ટીંબાવાસમાં રહેતા કાંતાબેન રવિભાઇ તરારના પતિનું દસ વર્ષ અગાઉ મોત થયું હતુ અને તેઓ એકલા જ રહેતા હતા. ગામમાં તેમની અન્ય બે બહેનો પણ રહે છે તા. ૨૪-૦૯-૨૦૨૦ ના રોજ સવારે ઘેરથી નીકળ્યા બાદ પરત આવ્યા ન હતા. તા. ૨૯-૦૯-૨૦૨૦ ના રોજ હરસોલ ગામના ગૌચરના ખરાબામાંથી તેમની લાશ મળી હતી. જેનુ ફોરેન્સીક પીએમ કરાવતાં માથામાં ધારદાર હથિયારથી ઇજા કરી હત્યા કરાઇ હોવાનો અભિપ્રાય મળતાં તલોદ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સાબરકાંઠા એસ.પી. ચૈતન્ય મંડળીએ વિગત આપતાં જણાવ્યુ કે તલોદ પોલીસે ડોગ સ્કવોડની મદદ લીધી હતી. સ્થળ પરથી મળેલ રૂમાલ, બંગડી, સાડીનો ટુકડો વગેરેને આધારે તપાસ હાથ ધરાઇ હતી અને પડોશીઓ સાથેની વાતચીત દરમિયાન મૃતક વિધવાને પડોશમાં રહેતા વ્યક્તિ સાથે આડા સંબંધો હોવાની ચર્ચાઓ જાણવા મળી હતી.

   તદ્દપરાંત સ્થળ પરથી મળેલ બંગડીનો ટુકડો અને પડોશમાં રહેતી ઊર્મિલાબેન રણજીતભાઇ પગીના હાથની ત્રણ બંગડીઓ એક સરખી જણાતાં ઘટના સમયે ક્યાં હતા તેની વિગતો મેળવવા દરમિયાન ભાંગી પડ્યા હતા અને કબૂલી લીધુ હતુ કે મૃતક વિધવાને તેના પતિ સાથે આડા સંબંધો હોવાનો શક હોઇ અવાર-નવાર ઝઘડો થતો હતો. તા. ૨૪-0૯-૨૦૨૦ ના રોજ સવારે સાડા દસેક વાગ્યે ટીંબા પાસે આવેલ ગૌચરમાં લાકડા વીણવા ગયેલ તે વખતે પણ ઝઘડો થતાં કુહાડીથી કાંતાબેનના માથામાં અને શરીરે ઘા કરી મોત નિપજાવી ચૂપચાપ ઘેર આવતા રહ્યા હતા. એસ.ઓ.જી પીઆઇ યોગેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ કે હત્યા બાદ મહિલાએ નોર્મલ રહેવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. એક દિવસ સાડી ખરીદી લાવી હતી બીજા દિવસે વાસણ ખરીદી લાવી હતી. પડોશીઓ સાથે બોલચાલ સામાન્ય રાખવાનો પ્રયાસ કરતી રહી હતી જોકે, પહેલા બે દિવસે તે જમી શકી ન હોવાનુ જણાવ્યુ હતું. હાથની ત્રણ બંગડીઓ પોલીસને એકસરખી જણાતાં ઘટના સમયે ક્યાં હતા 

Download Our B K News Today App



Related News