મહિલાએ પુત્ર અને જમાઈ સાથે મળી પતિની હત્યા કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-11 15:00:22
  • Views : 79
  • Modified Date : 2023-12-11 15:00:22

સુરતના પાંડેસરા વિસ્તારમાં અજાણ્યા યુવકની હત્યાની ઘટના સામે આવી હતી આ ઘટનામાં પાંડેસરા પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા સાથે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં મૃતક યુવકની હત્યા તેની પત્ની, સગીર વયના દીકરા અને જમાઈએ કરી હોવાનું બહાર આવ્યું છે.સૂત્રો અનુસાર સુરતના પાંડેસરા કૈલાશનગર ત્રણ રસ્તાથી ગાંધીકુટીર તરફ જતા રોડે આવેલા ખાડીપુલ નીચેથી પસાર થતા રોડ પર એક ઇસમની લાશ મળી આવી હતી. મૃતકના શરીરે ઈજાના નિશાન જણાતા પોલીસે લાશને પીએમઅર્થે ખસેડી હતી. ઘટનામાં યુવકનું મોત ગળું દબાવવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું.આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ મૂળ ઉતરપ્રદેશના વતની અને હાલમાં પાંડેસરા કૈલાશ ચોકડી પાસે રહેતા રાજારામ યાદવ તરીકે થઇ હતી. પોલીસે પરિવારનો સંપર્ક કરતા લાશ મળ્યાની હકીકત જાણી પરિવારજનોના હાવભાવ શંકાસ્પદ જણાય હતા. મામલે ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા ઘરના સભ્યોએજ હત્યા કરી હોવાનો ભાંડો ફૂટ્યો હતો.બનાવ અંગે ડીસીપી વિજયસિહ ગુર્જરે જણાવ્યું હતું કે મૃતકની પત્ની, જમાઈ અને સગીર વયના દીકરાએ તેની ઘરમાં જ હત્યા કરી હતી. હત્યાનું કારણ મૃતકનો નશાખોર અને પૈસા ઉડાવી દેવાનો સ્વભાવ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Download Our B K News Today App



Related News