ભાભર તાલુકાના ઋણી ગામની આ મહિલાએ તેના બે સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવતા આસપાસના લોકો અને સ્થાનિક તરવૈયાઓએ રેસક્યું કામગીરી બચાવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-15 12:35:40
  • Views : 315
  • Modified Date : 2021-12-15 12:35:40

બનાસકાંઠા જીલ્લામાં અપમૃત્યુની ઘટનાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં  નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે ત્યારથી અત્યાર સુધી અનેક લોકોએ પોતાના જીવનથી કંટાળીને આત્મહત્યા કરી છે મોટા ભાગે સૌથી વધુ થરાદ તાલુકામાં પસાર થતી નર્મદાની કેનાલમાં અત્યાર સુધી અનેક લોકોએ ઝંપલાવી મોતને વહાલું કર્યું છે ત્યારે આજે વધુ એક ઘટના ભાભર તાલુકાના ઋણી ગામમાં સામે આવી છે.. ભાભર તાલુકાના ઋણી ગામમાં એક મહિલાએ બે બાળકો સાથે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.. ભાભર તાલુકાના ઋણી ગામની આ મહિલાએ તેના બે સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવતા આસપાસના લોકોને ખબર પડી ગઈ હતી.. અને આ ઘટનાની જાણ સ્થાનિક તરવૈયાઓને કરતાં સ્થાનિક તરવૈયાઓએ રેસક્યું કામગીરી હાથ ધરી હતી.. જેમાં કેનાલમાં બે સંતાનો સાથે ઝંપલાવનાર મહિલાની એક પુત્રીની બચાવી લેવાઈ હતી.. જ્યારે મહિલા અને તેના પુત્રનું અવસાન થયું છે.. આ ઘટનાને પગલે ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા... આ મહિલાએ આવું હીચકારુ પગલું કેમ ભર્યું તે અંગે કોઈ જ માહિતી મળી શકી નથી..

Download Our B K News Today App



Related News