સમગ્ર ઉત્તર ગુજરાત અંબાજીમાં ભક્તિરસમાં તરબોળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-08 12:16:36
  • Views : 269
  • Modified Date : 2022-09-08 12:35:53

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે દરવર્ષે  યોજાતાઆ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવી રહ્યા છે ત્યારે વહિવટી તંત્ર દ્વારા સુચારુ રીતે તમામ વ્યવસ્થા જળવાઈ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે.  જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે અલગ અલગ 28 સમિતિઓ સુચારુ વ્યવસ્થા કરશે. વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થા પર નજર કરીએ તો 5 વિશાળ ડોમ જ્યાં આરામની વ્યવસ્થા, 3 જગ્યાએ ભોજનની વ્યવસ્થા, દિવ્યાંગ અને સિનિયર સિટિઝન માટે વિશિષ્ઠ વ્યવસ્થા, સ્વચ્છતા માટે 700થી વધુ સફાઈકર્મીઓ, સીસીટીવીથી સર્વેલન્સ થકી સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

 અંબાજી ખાતે કરવામાં આવેલ સુવિધાઓ જોઈને દર્શનાર્થીઓ પ્રશંસા કરી રહ્યા છે,  દૂબઈથી માં અંબાના દર્શનાર્થે આવેલ અસ્મિતાબેન સોની મંદિરે દર્શન કર્યા બાદ જણાવે છે કે.

અંબાજી મેળામાં આવતા પદયાત્રીઓને અવગડ ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાના રાજપુર ગામના પદયાત્રી ભરતભાઈ પોતાનો અનુભવ વર્ણવે છે કે

બોલ મારી અંબે, જય જય અંબે"ના નાદ સાથે અંબાજી ગુંજી રહ્યું છે અને ભાવિક ભક્તો દિવસ રાત જોયા વિના માં ના ચરણમાં શીશ નમાવવા આવી રહ્યા છે.

- મેળાની વ્યવસ્થા માટે જુદી જુદી 28 સમિતિઓ કાર્યરત

- માઇભક્તો માટે 5 વિશાળ ડોમમાં આરામની વ્યવસ્થા

- રસ્તાઓ ઉપર પીવાનું પાણી, આરોગ્ય, લાઇટની સુવિધા

- સ્વચ્છતા માટે 700થી વધુ સફાઇ કર્મચારીઓ સેવામાં

- દિવ્યાંગો, સિનિયર સીટીઝન્સ માટે વિશિષ્ઠ વ્યવસ્થા

- યાત્રાળુઓ માટે પીવાના પાણીની તથા લીંબુ શરબતની વ્યવસ્થા

- યાત્રિકોને વિનામૂલ્યે ભોજન મળી તે માટે 3 જગ્યાએ વ્યવસ્થા

-  મા અંબાનો પ્રસાદ સરળતાથી મળે તે માટે 42 લાખ પેકેટ તૈયાર

- પોલીસ, ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા અને CCTV કેમેરાથી વોચ

- આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ હેલ્થકેમ્પ

- શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા તથા લાઇટ એન્ડ સાઉન્ડ શો

- અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી

- 7 હંગામી બસસ્ટેશન બનાવી 1500થી વધુ એક્સ્ટ્રા બસ મુકાઈ

Download Our B K News Today App



Related News