ઝાયડ્સમાં રેમડેસિવિર ખૂટતા ટોકન હાથમાં લઈને ઉભેલા લોકોને ઘરે ભગાડતા રોષનો માહોલ ફેલાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 11:16:49
  • Views : 274
  • Modified Date : 2021-04-12 11:16:49

    રાજ્યમાં જે રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ છે અને દિવસે દિવસે ઇન્જેક્શનની માગ વધી રહી છે. લોકો પોતાના સ્વજનો માટે ઇન્જેક્શન લેવા વહેલી સવારથી લાઈનમાં અને ટોકન લેવા લાઈનમાં આવી ગયા છે. આજે સવારથી ટોકન લેવા માટે પણ લોકોની લાંબી લાઈન લાગી હતી. સવારે ઇન્જેક્શન લેવા આવેલા લોકો સાથે ટોકન લેવા લોકો લાઈનમાં ઉભા હતા જેમાં 10 વાગ્યા સુધીમાં 1000 જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યા છે. બીજીતરફ હવે ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી પડ્યા છે. જેથી લોકોને પોલીસ દ્વારા પરત મોકલાતા લોકો રોષે ભરાયા છે.

    આવતીકાલ મંગળવાર સુધીના ઇન્જેક્શન માટે ટોકન આપી દેવામાં આવ્યા છે. બુધવારે ઇન્જેક્શન લેવા માટે આવતીકાલે મંગળવારે લોકોને આવવા માટે કહેવામાં આવ્યુ છે. રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન રોજબરોજ વધી રહી છે. આજે ટોકન લેવા આવેલા લોકોને પણ પરત જવાનો વારો આવ્યો હતો. 1000 જેટલા ટોકન રોજ આપવામા આવે છે. ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિરનો આજનો સ્ટોક ખાલી થઈ ગયો છે હોસ્પિટલે લોકોને પરત જવા માટે કહ્યું છે. મોડી રાતથી ઈન્જેક્શનની રાહ જોઈ રહેલા લોકોમાં રોષ ફેલાયો છે કે જો હોસ્પિટલમાં સ્ટોક નથી તો શા માટે ટોકન આપવામા આવે છે? પહેલા કેમ જાણ ન કરી.

    અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલના બહાર રોજ અનેક લોકો દૂર-દૂરથી આવે છે અને રેમડેસિવિર ઇન્જેક્સન મળશે તે માટે લાઈનમાં બેસે છે. આ બધાંની વચ્ચે હવે કર્ફ્યૂના સમયમાં પણ લોકો ત્યાં સવારે તેમનો નંબર આવશે અને સ્વજનોને માટે ઇન્જેક્શન મળી જશે તેવી આશા રાખીને આખી રાત બેઠા હોય છે.હાલ રવિવારે રાતનો ઝાયડ્સ હોસ્પિટલની બહાર આવા મજબૂર લોકોનો વીડિયો સામે આવ્યો છે. જેને કર્ફ્યૂ કરતા પોતાના સ્વજનનો સાદ સાંભળવો છે. હવે તેમના માટે કોઈ બીજો ઉપાય રહ્યો નથી.

    રાજયમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી થઈ રહી છે. સુરત શહેરમાં હોસ્પિટલ લાંબી લાઈન બાદ ગઈકાલે અમદાવાદ શહેરમાં થલતેજમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરાયું છે. એવામાં હોસ્પિટલ બહાર વહેલી સવારથી જ રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા. સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં હતા. હોસ્પિટલ બહાર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી. હાલની સ્થિતિએ 700 લોકોને ટોકન આપવામાં આવ્યા છે. ટોકન આપવામાં આવશે તે મુજબ ઇન્જેક્શન આપવામા આવી રહ્યા છે. ઈન્જેક્શન લેવા માટે વહેલી સવારથી તડકામાં ઊભેલા લોકોને રાહત માટે પોલીસ મદદે દોડી આવી હતી. કલાકોથી તડકામાં ઉભેલા લોકોને સોલા પોલીસે પાણીની બોટલનું વિતરણ કર્યું હતું.


Download Our B K News Today App



Related News