પાલનપુર શહેરમાં પાણી પુરવઠો આગામી ત્રણ સુધી કપાશે નહીં અને પાણી પુરવઠો યથાવત રહેશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યુ હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-10 11:21:27
  • Views : 283
  • Modified Date : 2021-06-10 11:21:27

     ધરોઈ ડેમની યોજનામાં હેડ વર્કસ ખાતે પમ્પીંગ મશીનરીની કામગીરી ચાલુ હોવાથી 10 થી 12 મી જૂન સુધી પાલનપુર શહેરમાં પાણી પુરવઠો બંધ રાખવાની બે દિવસ અગાઉ જાહેરાત કરાઇ હતી..પરંતુ રીપેર કામ બંધ રહ્યુ હોવાથી પાણી પુરવઠો આગામી ત્રણ સુધી કપાશે નહીં અને પાણી પુરવઠો યથાવત રહેશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યુ હતું..પાલનપુર શહેરમાં ધરોઇ જુથ યોજના દ્રારા પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવે છે ત્યારે બે દિવસ અગાઉ પાણીપુરવઠા વિભાગ દ્રારા ધરોઈની પાઈપલાઈનોનુ સમારકામ કરવાનુ હોવાથી પાલનપુર શહેરમાં આગામી ૧૦, ૧૧, અને ૧૨ તારીખ સુધી પાણી પુરવઠો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી જોકે રીપેરીંગનુ કામ બંધ રખાતા હવેથી ધરોઈનો પાણી પુરવઠો યથાવત રહેશે... અંગે વધુ વિગતો આપતા નગરપાલિકાના પ્રમુખ હેતલબેન રાવલે જણાવ્યુ હતુ કે આગામી ત્રણ દિવસ માટે શહેરમાં ધરોઈનુ પાણી બંધ રાખવાની સુચનાઓ મળતાં પાલિકા દ્રારા લોકોને પાણીની સમસ્યા ના સર્જાય તે માટે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી પરંતુ રીપેર કામ બંધ રહ્યુ હોવાથી પાણી પુરવઠો આગામી ત્રણ સુધી કપાશે નહીં અને પાણી પુરવઠો યથાવત રહેશે.

Download Our B K News Today App



Related News