ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં થયો વધારો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-23 15:46:49
  • Views : 98
  • Modified Date : 2023-07-23 15:46:49

 ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ છવાયો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ઉપરવાસમાંથી પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં પણ વધારો થયો છે.સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં 18 કલાકમાં 36 સેમીનો વધારો થયો છે. ઉપરવાસમાંથી 89,555 ક્યુસેક પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી હાલ 127.86 મીટર છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસ ચાલુ કરાયા છે. નવા પાણીની આવક થતા સરદાર સરોવર ડેમ 80 ટકા ભરાયો છે.

Download Our B K News Today App



Related News