બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદના ખોરડા ગામે ગુજરાતમાં મોટિવેશન સ્પીકર સંજય રાવલ અને થરાદના ધારાસભ્યની ઉપસ્થિતમાં વિવેકાનંદ સાર્વજનિક ગ્રંથ મંદિરનું ઓપનિંગ કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-19 12:15:00
  • Views : 386
  • Modified Date : 2021-08-19 12:15:00

     વર્ષોથી હિન્દુ સંસ્કૃતિમાં અનેક પુસ્તકોનું મહત્વ રહેલું છે વર્ષોથી કવિઓ અને લેખકો ભારતીય સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે તે માટે અત્યાર સુધી અનેક પુસ્તકો લખ્યા છે અને પુસ્તકોના જ્ઞાનરૂપી ભંડાર આજે પણ બાળકો અને યુવાનો સૌ કોઈ લઈ રહ્યા છે આજના ટેકનોલોજી ભરેલા યુગમાં દિવસેને દિવસે પુસ્તક નું જ્ઞાન ઘટી રહ્યું છે અને લોકો માત્રને માત્ર ધંધા-રોજગાર સાથે જોવા મળી રહ્યા છે ત્યારે પરંપરા જળવાઈ રહે તે માટે થરાદમાં યુવક દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે પૌરાણિક યુગથી પુસ્તકોએ જ્ઞાનનું ભંડાર રહ્યું છે પુસ્તકો વાંચવા અને તેમોથી જ્ઞાન મેળવવું પરંપરા રહી છે જોકે આજના ડિજિટલઆધુનિક યુગમાં  પુસ્તકો વાંચવાનો લોકો ઓછું કરી રહ્યા છે જોકે પુસ્તકોએ માનવીના સાચા સાથી છે અને પુસ્તકોના જ્ઞાનથી લોકો સામાજિક અને ધાર્મિક જ્ઞાન સાથે સાથે આજના ટેકનોલોજીનું જ્ઞાન પણ મેળવી શકે તે ઉદેશથી થરાદના ખોરડાની દીકરીએ પોતાના વતનમાં લોકો પુસ્તકો વાંચી શકે માટે ગામમાં શ્રી વિવેકાનંદ સાર્વજનિક ગ્રંથ મંદિર નામનું પુસ્તકાલય બનાવ્યું અને તેનું ઓપનિંગ ગુજરાતના જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ અને  થરાદના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂતની ઉપસ્થિતમાં કરવામાં આવ્યું,ખોરડામાં પુસ્તકાલય બનવાથી ખોરડા ગામના યુવાનો ,વિધાર્થીઓ અને વડીલો વિના મૂલ્યે પુસ્તકાલયના પુસ્તકો વાંચીને જ્ઞાન મેળવી શકશે..

 

Download Our B K News Today App



Related News