ડીસા તાલુકાના જુના ડીસાના ગ્રામજનોએ મતદાર યાદી સુધારવા ડીસા નાયબ કલેકટર તેમજ ડીસા મામલતદાર ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-02 12:08:52
  • Views : 350
  • Modified Date : 2021-07-02 12:08:52

    બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાનું સૌથી મોટું વસ્તી ધરાવતું ગામ તે જુના ડીસા છે.તેમજ તેનો ભૌગોલિક વિસ્તાર પણ ઘણો મોટો છે.આ ગામ ના લોકો ની સમસ્યા એકજ છે.જ્યારે ચૂંટણી આવે ત્યારે એકજ પરિવાર ના સભ્યો ના વોટીંગ પણ અલગ અલગ વિસ્તારમાં આવે છે.તેમજ અલગ અલગ મતદાર યાદી માં નામ આવે છે. જેથી આજે ડીસા તાલુકાના જુના ડીસા ના ગ્રામજનો આજે ડીસા નાયબ કલેકટર કચેરી તેમજ ડીસા મામલતદાર કચેરી એ આવેદનપત્ર પાઠવા આવ્યા છે.જો તાત્કાલિક ધોરણે મતદાર યાદી માં સુધારા નહિ કરવામાં આવે તો આગામી સમય માં આવનાર પંચાયત ની ચૂંટણી નો જુના ડીસા ના ગ્રામજનો ચૂંટણી નો સંપૂણ પણે બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Download Our B K News Today App



Related News