પાલનપુર જીવદયા પ્રેમીએ વેડંચા ગામે 90 ફૂટ ઊંડા કુવામાં પડેલ મોરને સુરક્ષિત પણે બહાર નિકાળતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-26 11:43:16
  • Views : 314
  • Modified Date : 2021-05-26 11:43:16

    પાલનપુર તાલુકાના વેડંચા ગામે 90 ફુટ ઉંડા કુવામાં પડી ગયેલા રાષ્ટ્રીય પક્ષી મોરનું એક જીવદયા પ્રેમી યુવકે રેસ્ક્યુ કરી મોરનો જીવ બચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. વેડંચા ગામમાં આવેલા કૂવામાં એક મોર પડી જતા ગ્રામજનોએ તેને બચાવવા દોડધામ મચાવી હતી. ઘટના અંગે ગામના સ્થાનિક લોકોએ પાલનપુરના જીવદયા પ્રેમી દેવરામભાઈ તેમજ ઠાકોરદાસ ખત્રીને જાણ કરતા બંને લોકો મોરને બચાવવા ત્યાં દોડી આવ્યા હતા અને બંન્ને યુવકોએ મોરનું રેસ્ક્યુ કરી મોરનો જીવ બચાવ્યો હતો.

    વેડંચા ગામે 90 ફૂટ ઊંડા કુવામાં પડેલા મોરને બચાવવા પાલનપુર જીવદયા પ્રેમી દેવરામભાઈ તેમજ ઠાકુરદાસ ખત્રી ઘટના સ્થળે પોહોંચી કૂવામાં પડેલા મોરને બચાવવા મથામણ શરૂ કરી હતી. તેમજ દેવરામભાઇએ પોતાના શરીર પર  દોરડું બાંધી જીવના જોખમે 90 ફૂટ ઊંડા કૂવામાં ઉતરી ગયા હતા અને અબોલ પક્ષી મોરનો જીવ બચાવ્યો હતો. કૂવામાં પડેલા મોરને બે કલાક સુધી ભારે જહેમત બાદ મોરને સુરક્ષિત પણે બહાર નીકળવામાં આવ્યો હતો. મોરને કુવામાંથી બહાર કાઢી સુરક્ષિત રીતે મુક્ત કરાતા ગ્રામજનોએ હાસકારો અનુભવ્યો હતો.

Download Our B K News Today App



Related News