ડીસા તાલુકાના કણઝરા ગામે સમરસ થયેલી પેનલનું અને સરપંચ નું આજે ગ્રામજનો દ્વારા સન્માન કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-27 11:57:47
  • Views : 270
  • Modified Date : 2021-12-27 11:57:47

 

ડીસા તાલુકાના કણઝરા ગામમાં સરપંચ પદે ઠાકોર જ્યંતીજી જલુજી તેમજ 8 સભ્યો વિજય બનતા આજે તેમનું ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું ડીસા તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજય બનેલા સરપંચોનું ગ્રામજનો દ્વારા ઠેરઠેર સન્માન કરવામાં આવી રહી છે ખાસ કરીને પોતાના વિસ્તારનો વિકાસ થાય તેમજ સમયસર દરેક સમાજના કામો થાય તે માટે ગ્રામજનો દ્વારા સરપંચની નિમણૂક કરવામાં આવતી હોય છે ત્યારે વર્ષે ડીસા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મોટાભાગે પરિવર્તન જોવા મળી છે અને નવા ચહેરાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આજે ડીસા તાલુકાના કણજરા ગામે ગ્રામ પંચાયત સમરસ થતાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા તેમજ સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર દ્વારા આજે કણઝરા સરપંચ ઠાકોર જ્યંતીજી જલુજી તેમજ 8 સભ્યોનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કણજરા ગામના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા ચૂંટાયેલા સરપંચ તેમજ સભ્યોનો ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News