વાદી સમુદાયના યુવાનોને તાલિબાની સજાનો Video થયો વાયરલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-19 16:50:16
  • Views : 97
  • Modified Date : 2023-07-19 16:50:16

બનાસકાંઠામાં વાદી સમુદાયના યુવાનોને તાલિબાની સજાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયો વાવના તિર્થગામનો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. વાદી સમુદાયના બે યુવાનોએ ભિક્ષા માગતા સમયે મહિલાઓના ફોટા પાડ્યા હોવાની શંકાના આધારે સ્થાનિકોએ તેમને પકડ્યા હતા.સ્થાનિકોએ વાદી સમાજના યુવાનોને પકડી તેમના સમાજના આગેવાનોને સોંપી ફરિયાદ કરી હતી. બસ પછી શું. કહેવાતા સમાજના આગેવાનોએ બંને યુવાનોને મહિલાઓના કપડાં પહેરાવી ગળામાં ચપ્પલનો હાર પહેરાવી, માર મારી તાલિબાની સજા આપી હતી. આ સાથે બંને યુવાનોને 50 હજારનો દંડ ફટકારી બે વર્ષ માટે સમાજમાંથી બહાર પણ કર્યા છે. મહત્વપૂર્ણ છે કે વાયરલ વીડિયોની ટીવી નાઇન કોઇ પુષ્ટિ કરતું નથી.

Download Our B K News Today App



Related News