અંબાજીમા દર્શને આવતા શ્રદ્ધાળુઓના વાહનોને ફાસ્ટેગ આધારે પાર્કિંગમાં સ્થાન આપવામાં આવ્યું, હવે વાહન પાર્કિંગ કરવા મામલે વાહન ચાલકોને વધારે રકમ ચૂકવવી નહીં પડે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-13 16:11:29
  • Views : 88
  • Modified Date : 2024-03-13 16:11:29

  પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે દર્શને જવા દરમિયાન શ્રદ્ધાળુઓને વાહન પાર્ક કરવાની સમસ્યાઓ ના પડે એ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વાહન લઇને પહોંચતા જ ફાસ્ટ ટેગ આધારે જ પાર્કિંગના પૈસા કાપી લેવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં ફાસ્ટ ટેગ ના હોય એવા વાહનને પણ સ્લીપ આપીને એ જ રેટથી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે.ફાસ્ટ ટેગની સુવિધા શરુ કરવાને લઈ વાહન ચાલકોને વધારે ઓછા પૈસા ચૂકવવાની સમસ્યા નહીં રહે. દરેક કાર દીઠ અહીં 50 રુપિયા ફિક્સ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે હાલમાં શરુ કરવામાં આવેલ વાહન પાર્કિંગના સ્થળ પણ વધારવામાં આવશે. વાહનનું યોગ્ય પાર્કિંગ મળવાને લઈ હવે વાહનો પણ સલામત રહશે.

Download Our B K News Today App



Related News