બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 15:06:27
  • Views : 92
  • Modified Date : 2023-12-02 15:06:27

ખેડા સિરપકાંડને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તપાસમાં બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ છે . તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યોગેશ સિંધીએ વડોદરાના 2 ઇસમો પાસેથી સિરપ ખરીદી હતી. નીતિન કોટવાણી અને ભાવેશ સેવકાણી પાસેથી યોગેશ સિંધીએ 2 બોક્સ સિરપનો જથ્થો મેળવ્યો હતો.મહત્વનું છે કે પ્રત્યેક બોક્સમાં 50 નંગ લેખે 2 બોક્સમાં 100 સિરપની બોટલની ખરીદી કરવામાં આવી હતી. જેનું આરોપી દ્વારા નારાયણ સોઢાના ભાઇ ઇશ્વર સોઢાની કરિયાણાની દુકાનમાં વેચાણ થતું હતું અને આરોપીઓ બિલોદરામાં રૂ.130 ના ભાવે “કાલ મેઘાસવ” સિરપનું વેચાણ કરતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કરિયાણાનો દુકાનદાર ઇશ્વર સોઢાએ 100માંથી 95 બોટલ વેચી મારી હતી, જ્યારે 3ના મોતની જાણ થતાં શેઢી નદીમાં વધેલી બોટલ ઇશ્વર સોઢાએ ઢોળી દીધી હતી. હાલ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે 5 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.અગાઉ મિથેનોલ મિશ્રિત સેનિટાઇઝર બનાવવાનો પણ કોટવાણી સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં વડોદરાની ગોરવા પોલીસે આરોપી નીતિન કોટવાણીની ધરપકડ કરી હતી. સૂત્રોની માનીએ તો એક વર્ષ અગાઉ નીતિન કોટવાણી એક રાજકીય પક્ષમાં પણ જોડાયો હતો.

Download Our B K News Today App



Related News