આજે સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે, એરપોર્ટથી ગ્રીન કોરિડોર કરીને ગાંધીનગર સ્ટોરેજ ખાતે લઈ જવાશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 14:12:02
  • Views : 335
  • Modified Date : 2021-01-11 14:12:02

    સમગ્ર દેશમાં આગામી 16 જાન્યુઆરી 2021થી કોરોના વેક્સિન અભિયાન શરૂ થઇ રહ્યું છે ત્યારે આ વેક્સિનેશનના વિતરણ માટે ગુજરાત સરકાર તમામ રીતે સજ્જ છે. ત્યારે આજે સાંજે પાંચ વાગે અમદાવાદ એરપોર્ટ પર વેક્સિન આવશે. અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સ્ટોરેજ ખાતે વેક્સિનને લઈ જવામાં આવશે. વેક્સિનને ગાંધીનગર લઈ જવા માટે ગ્રીન કોરિડોર કરવામાં આવશે. એરપોર્ટથી ગાંધીનગરના સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. DCP,ACP,PI,PSI સહિતના પોલીસ કર્મી આખા રૂટ પર તહેનાત રહેશે. ગાંધીનગરમાં સ્ટોરેજ રૂમ પર પણ પોલીસનો રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત રહેશે.

    તાજેતરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોરોના મહામારી સામે ના જંગમાં ભારત દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન કરવા જઇ રહ્યું છે .ગુજરાતમાં આપણે ઝડપથી ડેટાબેઝ તૈયાર કરવાનું કાર્ય પૂર્ણ કરી લીધું છે. ચાર લાખથી વધુ હેલ્થકેર વર્કર્સ, 6 લાખથી વધુ ફ્રન્ટલાઇન વર્કર્સ જેમાં પોલીસ, સફાઇ કર્મચારી અને કોવિડની ડ્યુટીમાં ડાયરેક્ટ ફરજ બજાવતા કર્મચારીઓનો સમાવેશ થાય છે એમ કુલ 11 લાખથી વધુ કોવિડ કર્મચારીઓને વેક્સિનનો ડોઝ પહેલા અપાશે.

    મુખ્યમંત્રી રૂપાણીએ જે બે વેક્સિનની મંજૂરી આપવામાં આવી છે તે મેડ ઇન ઇન્ડિયા છે તેનું ગૌરવ કરતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં બદલવા માટે આપણા વૈજ્ઞાનિકોની પ્રબળ ઇચ્છા શક્તિ સાકાર થઇ છે. એટલું જ નહીં, આપણા વૈજ્ઞાનિકાએ અથાક પરિશ્રમથી વેક્સિનના નિર્માણમાં સફળતા મેળવી છે તે માટે મુખ્યમંત્રીએ અભિનંદન પણ આપ્યા હતા.

    મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, ગુજરાતમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે, જેમાં 50 વર્ષથી વધુની વયના લગભગ 1 કરોડ પાંચ લાખ નાગરિકો તેમજ 50 વર્ષથી નાના 2 લાખ 75 હજાર લોકો જે લોકો અન્ય બીમારીથી પીડાય છે તેનો પણ ડેટાબેઝ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમા લગભગ 16 હજાર થી વધુ હેલ્થ વર્કર્સને વેક્સિનેટર તરીકેની વિશેષ ટ્રેનિંગ આપીને તૈયાર કરવામાં આવ્યા છે.

    મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, કોવિડ વેક્સિનના ટ્રાન્સપોર્ટેશન માટે કોલ્ડ ચેન ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ સરકારે કરી લીધી છે. વેક્સિન માટેની વ્યવસ્થા માટે 6 રિજિયોનલ ડેપો તૈયાર કર્યા છે. કેન્દ્ર સરકાર તરફથી પણ વધારાના સાધન-સામગ્રી ગુજરાતને મળી છે. ગુજરાતમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 સ્થળો ઉપર વેક્સિન ટ્રાયલ રન અપ પણ સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. વેક્સિન સેન્ટર ઉપર પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવશે. એક વેઇટિંગ રૂમ એક વેક્સિન રૂમ અને વેક્સિન લીધા પછી વ્યક્તિને થોડો સમય ઓબઝર્વેશનમાં રાખવા માટે પણ અલાયદો ઓબ્ઝર્વેશન રૂમ રાખવામાં આવશે.


Download Our B K News Today App



Related News