અમેરિકાએ કહ્યું- આ ડરાવનારું, ગાંધીજીએ શાંતિ અને ન્યાય માટે સંઘર્ષ કર્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 12:43:20
  • Views : 378
  • Modified Date : 2020-12-16 12:43:20

    અમેરિકાએ થોડા દિવસ પહેલા વોશિંગ્ટન ડીસીમાં મહાત્મા ગાંધીજીની પ્રાતિમાના અપમાન બાબતે દુખ વ્યક્ત કર્યું હતુ. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈલી મેક્કેનીએ મંગલવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે મહાત્મા ગાંધીજીનું સન્માન કરીએ છીએ. તેમણે શાંતિ, ન્યાય અને આઝાદી માટે સંઘર્ષ કર્યો હતો. ગત દિવસોમાં વોશિંગ્ટન ડીસીમાં જે પણ થયું, તે ડરાવનારું છે.12 ડિસેમ્બરે કેટલાક લોકોએ ખેડૂત આંદોલનના સમર્થનમાં વોશિંગ્ટન ડીસીમાં દેખાવો કર્યા હતા. ખાલિસ્તાન સમર્થક સૂત્રોચ્ચાર વચ્ચે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતુ.

    ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટના અંગે પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કૈલીએ કહ્યું- આ ખરેખર ભયભીત કરનારું છે. કોઈપણ પ્રતિમા અથવા સ્મારકને નુકસાન ન કરવું જોઈએ. તેમાં પણ ગાંધીજીની પ્રતિમાને તો બિલકુલ નહીં. તેઓ તે જ મૂલ્યો માટે જંગ લડ્યા જેનું અમેરિકા પણ સમર્થન કરે છે. શાંતિ, ન્યાય અને સ્વતંત્રતા. ગાંધીજીનું સન્માન કરવું જોઈએ.કૈલીની પ્રેસ કોન્ફરન્સ પહેલા વિદેશ મંત્રાલયે પણ નિવેદન આપ્યું હતુ અને કહ્યું- અમે અમેરિકામાં વિદેશી દૂતાવાસોની સુરક્ષાને લઈને સતર્ક છીએ અને તેને ગંભીરતાથી લઈએ છીએ. તાજેતરની ઘટના અંગે અમે ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છીએ. અમે જાણીએ છીએ કે ભારતીય દૂતાવાસ સામેના પ્રદર્શન દરમિયાન શું થયું હતુ.

    12 ડિસેમ્બરે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ખેડૂત બિલનો વિરોધ કરનારા કેટલાક લોકોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતુ. વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓની ખાલિસ્તાની ધ્વજ બતાવવાની વાત પણ સામે આવી હતી. ખેડૂતોના સમર્થનમાં દેખાવો કરી રહેલા લોકોએ શનિવારે ભારતીય દૂતાવાસ સામેની ગાંધીજીની પ્રતિમા પર સ્પ્રેથી છંટકાવ કર્યો હતો. પ્રદર્શનકરીઓએ ગાંધીજીના ચહેરાને ખાલિસ્તાની ધ્વજથી ઢાંકી દીધો હતો. આ ઘટના બાદ ભારતીય દૂતાવાસના અધિકારીઓએ સ્થાનિક એજન્સીઓને ફરિયાદ નોંધાવી હતી.



Download Our B K News Today App



Related News