કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગુજરાતના વિકાસને ગતિ આપી છે

  • Published By :
  • Published Date : 2022-09-13 16:49:31
  • Views : 215
  • Modified Date : 2022-09-13 16:49:31

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 1 વર્ષ પૂર્ણ કરવા પર અભિનંદન આપતા કહયું કે, તેમણે તેમની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવનારાઓને પોતાના કામ દ્વારા જવાબ આપ્યા છે. અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં તોફાનો, બોમ્બ ધડાકા અને કર્ફ્યુ જોવા મળતું હતુ પરંતુ ભાજપના રાજમાં તમામ ઘટનાઓ ગુમ થઈ ગઈ છે. અમિત શાહે ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. અમિત શાહે દિલ્હીના CM કેજરીવાલ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે ભરોસો વ્યક્ત કર્યો હતો કે, કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહેલી મફતની ઘોષણાઓની જનતા પર કોઈ અસર થશે નહીં 

10 કરોડથી વધુના વિકાસ કાર્યોનું શિલાન્યાસ કર્યું

   ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતમાં 10 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યો હતો. સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના કાલુપુર સ્ટેશનને 709 કરોડના ખર્ચે ફાઈવ સ્ટાર સ્ટેશન બનાવાશે. શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 20 વર્ષમાં ગુજરાતમાં દરેક ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો છે.

ડબલ એન્જિન સરકારે આપી વિકાસને ગતિ

   કેન્દ્ર અને ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગુજરાતના વિકાસને ગતિ આપી છે. ગુજરાતે પાણી, વીજળી, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, રોજગાર, કૃષિ, ઉદ્યોગ, વિદેશી પ્રત્યક્ષ મૂડીરોકાણ, ઉત્પાદન, પશુપાલન અને લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો જેવા દરેક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી છે. ધોલેરા સર, ડાયમંડ સિટી, ગિફ્ટ સિટીનો ગુજરાતમાં ઝડપથી વિકાસ થયો છે અને ગુજરાતની મહિલાઓ અને પુરુષોને તમામ સામાજિક કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો છે.

અમિત શાહે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા

   ગુજરાતે રોકાણ માટે સતત વિશ્વ વિક્રમ જાળવી રાખ્યો છે. શાહે 1180 કરોડના 519  વિકાસ કામો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો અને તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરના વિકાસ કાર્યોની પણ ચર્ચા કરી હતી.

ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ 

   ગુજરાતે એક વર્ષમાં દેશમાં સૌથી વધુ માદક પદાર્થની તસ્કરીને પકડવા અને રોકવાનું કામ કર્યું છે. રાજ્યમાં કાયદા વ્યવસ્થાને મજબૂત બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતને વિકાસના માર્ગ પર લાવ્યા છે અને ભૂપેન્દ્ર પટેલની સરકાર તેને ગતિ આપી રહી છે. 

 

 




Download Our B K News Today App



Related News