ડીસાના ડોકટરો દ્વારા પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કર્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-15 12:14:19
  • Views : 281
  • Modified Date : 2022-07-15 12:14:19


ડીસાના ડોક્ટરો દ્વારા પર્યાવરણને બચાવવા માટે ડીસાના આખોલ ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં દરેક ડોક્ટરો દ્વારા એક વૃક્ષ વાવી તેનું આજીવન જતન કરવાનો નિર્ણય લેવાયો હતો.


સમગ્ર વિશ્વમાં જંગલોનો દિવસેને દિવસે વિનાશ થઈ રહ્યો છે ખાસ કરીને જે પ્રમાણે સ્ટ્રક્ચરનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે જંગલોનું પ્રમાણ દિવસેને દિવસે ઘટી રહ્યું છે આજે સદીઓ પહેલા જ્યાં મોટા ઘટાદાર જંગલો વૃક્ષોથી ફેલાયેલા જંગલો જોવા મળતા હતા ત્યાં હાલ મોટી મોટી ઈમારતો વાળી બિલ્ડિંગો જોવા મળી રહે છે જેના કારણે જંગલો ખતમ થઈ રહ્યા છે આજે લોકો ન જેવા પૈસા કમાવવા માટે વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે તો આ તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે વૃક્ષો હટાવી વાડ કરવામાં આવી રહી છે જેના કારણે પણ દિવસેને દિવસે વૃક્ષો ઓછા થઈ રહ્યા છે જેના કારણે આજે સમગ્ર વિશ્વમાં અનેક સમસ્યાઓ ઉદભવી રહી છે ત્યારે ડીસામાં પર્યાવરણને બચાવવા માટે ડોક્ટરો દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે ઘટતા જતા વૃક્ષોને અટકાવવા માટે ડોક્ટરો દ્વારા હાલમાં તમામ લોકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે ડીસાના આખોલ ગામ ખાતે ડીસાના 100થી પણ વધુ ડોક્ટરો અને તેમના પરિવાર દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા તમામ ડોક્ટરોએ એક એક વૃક્ષનું વાવેતર કર્યું હતું અને આ વૃક્ષનું આજીવન સાર સંભાળ રાખવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે એક તરફ ડોક્ટરો ખડે પગે રહે મનુષ્યને બચાવી રહ્યા છે તો બીજી તરફ હવે પર્યાવરણને બચાવવા માટે પણ ડોક્ટરો આગળ આવી રહ્યા છે ત્યારે દરેક લોકો ડોક્ટરોના અભિયાનમાં જોડાઈ વધુમાં વધુ વૃક્ષારોપણ કરે તેવી પણ ડોક્ટરો દ્વારા અપીલ કરવામાં આવી હતી


Download Our B K News Today App



Related News