ડીસા તાલુકાના આસેડા ગામ એ બનાસ મેડીકલ કોલેજ રિસર્ચ ઇન્સ્યુટ પાલનપુર દ્વારા સારવાર કેમ્પ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-23 11:47:34
  • Views : 458
  • Modified Date : 2021-10-23 11:47:34

આજરોજ ડીસા તાલુકાના   વાસડા ગામે બનાસ મેડિકલ કોલેજ પાલનપુર દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોટા ભાગના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો વસવાટ કરે છે મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો અનેક બીમારીઓથી પીડાતા હોય છે પરંતુ તેમને સમયસર પૈસાની સગવડ ન હોવાથી સારવાર મળી શકતી નથી ત્યારે દર વર્ષે ડીસા તાલુકામાં વિવિધ સેવાભાવી લોકો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં સારવાર કેમ્પ થકી મફતમાં સેવા કેમ્પ આપવામાં આવે છે. જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામ એ પણ આજે સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસેડા ગામ તેમજ આજુબાજુના અનેક વિસ્તારો ના દર્દીઓને મફતમાં ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી. ખાસ કરીને આ કેમ્પમાં ડો.વરુણભાઈ માળી, અકેશ પ્રજાપતિ, વિશાલ ચૌધરી, કાગસિયા રાવજીભાઈ, દેસાઈ અમરતભાઈ, મગનભાઈ દેસાઈ સહિત આગેવાનો હાજર રહી સારવાર કેમ્પને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News