કોરોના મહામારીમાં બનાસકાંઠા સરહદી વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની અસરથી 42 ઘેટાના કરૂણ મોત : પશુપાલકને મોટું નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-12 11:36:16
  • Views : 275
  • Modified Date : 2021-05-12 11:36:16

     સુઈગામના જેલાણા ગામે આજે ફૂડ પોઇઝનિંગની અસર થતાં 42 ઘેટાં ના મોત નિપજ્યા હતા. જેલાણા ગામે ગામતળની જમીનમાં ઝૂંપડુ બાંધીને રહેતા બકાભાઇ કરમશીભાઈ રબારી પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે જે દરમિયાન આજે તેમના વાડામાં 42 જેટલા ઘેટાંઓ ચારો ચરી રહ્યા હતા ચારો ચર્યા બાદ અચાનક ફૂડ પોઇઝનિંગની અસર થતા તમામ ઘેટાઓ ટપોટપ પડવા લાગ્યા હતા.
ઘટનાની જાણ થતાં બકાભાઇ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા પરંતુ ત્યાં સુધીમાં તો વાડામાં રહેલા તમામ 42 ઘેટાંઓના કરૂણ મોત નિપજ્યા હતા ઘટનાને પગલે ગામના તલાટી અને સરપંચ પણ બનાવ સ્થળે આવ્યા હતા અને પંચનામું કર્યું હતું કોરોના મહામારી ના સમયમાં આજીવિકા નો મુખ્ય આધાર એવા 42 ઘેટાઓના મોત થી પશુપાલક ના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

Download Our B K News Today App



Related News