સુરતમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડની રકમ ડિજિટલી વસૂલવા માટે 50 જેટલા સ્વાઈપ મશીનોનો ઉપયોગ થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 16:39:14
  • Views : 230
  • Modified Date : 2021-05-20 16:39:14

    સુરત શહેરનાં ટ્રાફિક પોલીસ પણ હવે ડિજિટલ બની ગઈ છે. ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની વસૂલાત ડિજિટલ રીતે પણ કરી શાકશે. ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેરીજનો માટે ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડની જોગવાઈ કેટલી છે તેની માહિતી આપતા કાર્ડ વહેંચવામાં આવ્યા હતા. જેથી હવે સુરતીઓ ટ્રાફિકના નિયમનો ભંગ કરશે તો દંડ ઉઘરાવવા માટે ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીન લઈને ઉભેલી દેખાશે.

    આધુનિક યુગમાં બધું ડિજિટલ થઇ ગયું છે. જેની સાથે હવે શહેરની ટ્રાફિક પોલીસ પણ ડિજિટલ બની ગઈ છે. અત્યાર સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ મેન્યુઅલી એટલે કે હાથેથી રસીદ ફાડીને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો આપતી નજરે પડતી હતી. પરંતુ હવે ટ્રાફિક પોલીસ પૈસા વસુલવા માટે ડિજિટલ પદ્ધતિ અપનાવશે. ટ્રાફિક જવાનો સ્વાઈપ મશીનથી દંડનાં પૈસા વસુલશે. જેના માટે ટ્રાફિક પોલીસને 50 જેટલા સ્વાઈપ કાર્ડ મશીન ફાળવવામાં આવ્યા છે. જેથી ટ્રાફિક પોલીસ ડિજિટલ બની કેશલેસ દંડ ઊઘરાવતી નજરે ચડશે. પોલીસ દ્વારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા પણ દંડ વસુલવામાં આવશે.

    શહેરીજનોમાં ટ્રાફિક નિયમનાં ભંગ બદલ કેટલા દંડની જોગવાઈ તે અંગે હજુ પણ લોકોમાં જાણકારીનો અભાવ છે. જેને લઇને ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ કેટલો દંડ થાય છે તેની જાણકારી લોકોમાં વધે તે માટે અઠવાલાઇન્સ પોલીસ કમિશનર કચેરી બહાર વાહનચાલકોને દંડની માહિતી આપતા કાર્ડ પણ વહેંચવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર કયા નિયમના ભંગ બદલ કેટલા દંડની રકમની જોગવાઈ છે તેની માહિતી આપતા આવા 5 લાખ કાર્ડ છાપવામાં આવ્યા છે. જેથી લોકોમાં જાગૃતિ આવે.


Download Our B K News Today App



Related News