ડીસાના ઓગડવાસ વિસ્તારમાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રથયાત્રા નિકાળવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 11:44:01
  • Views : 212
  • Modified Date : 2022-06-07 11:44:01

 

 ડીસાના ઓગડવાસ વિસ્તારમાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રથયાત્રા નિકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ડીસા શહેર માંથી લોકો જોડાયા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ આ રથયાત્રામાં લોકો નિભાવી રહ્યા છે.

 

          ડીસા શહેરમાં વસતા ઠાકોર સમાજ દ્વારા દર વર્ષ જેઠ માસના પ્રથમ રવિવારે શહેરના ઓગડવાસ વિસ્તારમા આવેલા જોગમાયા મંદિર ખાતેથી માતાજીની રથયાત્રા નિકાલવામાં આવે છે.. દર વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની રથયાત્રા નીકળતા ડીસા સહિત આસપાસના વિસ્તારના અને ગામોમાં વસતા ઠાકોર સમાજ સહિત મોદી સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા પહોંચે છે.. આ રથયાત્રાનો ઇતિહાસ સેંકડો વર્ષ જૂનો છે અને સામાજિક એકતાના ભાગરૂપે ઠાકોર સમાજના કુળદેવી જોગમાયાની રથયાત્રા નિકાળવાની પરંપરા આજે પણ યથાવત છે.. ઓગડવાસ સ્થિત જોગમાયાના મંદિરથી આ રથયાત્રાનું પ્રસ્થાન થાય છે અને મિરા મહોલ્લા, નવાવાસ, કુંભારવાસ થઈ નદીમાં તેનું સમાપન થાય છે.. ડીસા ખાતે નીકળતી આ રથયાત્રાની વિશેષતા એ છે કે રથયાત્રામાં ઠાકોર સમાજના લોકો આસ્થાના ભાગરૂપે શરીર પર ચાબુકના ઘા ખાતા હોય છે.. શરીર પર ચાબુકના વીંઝાતા હોય છે અને લોકો માતાજી પ્રત્યેની શ્રધ્ધા વ્યકત કરતાં હોય છે.. માતાજીની શ્રધ્ધાના ભાગરૂપે ભક્તોને પણ આ ચાબુકના ઘાની કોઈ અસર થતી નથી... 

Download Our B K News Today App



Related News