રાજકોટમાં કઠણ હૃદયના માનવીનું હૈયુ હચમચાવી દેતા દ્રશ્યો, કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા દીકરીના હૈયાફાટ રૂદન સાથે ધમપછાડા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 12:54:27
  • Views : 388
  • Modified Date : 2021-04-08 12:58:14

    કોરોનાના પહેલા અને બીજા તબક્કા કરતા ત્રીજા તબક્કાએ દેશ અને દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. લોકોના મનમાં હાલ કોરોનાનો એક જ ભય સતાવી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ ખરાબ બની છે. આવી પરિસ્થિતિ વચ્ચે શહેરની સિવિલ હોસ્પિટલમાં કઠણ હૃદયના માનવીનું પણ હૈયુ હચમચાવી દે તેવી કરૂણ ઘટના બની છે. કોરોનાગ્રસ્ત પિતાનું મોત થતા જ દીકરી હૈયાફાટ રૂદન સાથે પિતાને મળવા ધમપછાડા કરે છે. પરંતુ સિવિલનો સ્ટાફ તેને પકડી રાખે છે. ત્યારે દીકરી બોલે છે કે મને એકવાર મારા પિતાને જોવા દો.


    રાજકોટ સિવિલ હોસ્પિટલનો આ વીડિયો કોઇએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. વીડિયોમાં એક તરફ સ્ટ્રેચર પર પિતાના મૃતદેહ પડ્યો છે અને બીજી તરફ મહિલાઓ રોકકળ કરી રહી છે. પરંતુ આ ઘટનામાં સૌથી વધુ કરૂરણા એ જોવા મળી કે મૃતક પિતાની દીકરીએ હૈયાફાટ રૂદન કર્યુ અને સૌ કોઇની આંખ ભીંજવી દીધી હતી. દીકરી પિતાના મળવા માટે વલખા કરે છે પરંતુ કોવિડની ગાઇડલાઇન પ્રમાણે સ્ટાફ તેને પકડી રાખે છે. છતાં દીકરી સ્ટ્રેચર સુધી પહોંચી જાય છે અને સ્ટાફ તેને ફરી દૂર લઇ જાય છે.


    રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક પરિવાર પોતાના સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યો હતો. લાશ આવતાં જ મહિલાઓ કલ્પાંત કરવા લાગી હતી. મૃતકની દીકરી સ્ટ્રચર સુધી જતી હતી, પણ સ્ટાફે સંક્રમણ ન ફેલાય એ માટે દૂર લઈ ગયા તો રડતાં રડતાં કહેવા લાગી ‘હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો.’ આ સ્થળથી 200 મીટર દૂર આવા અનેક પરિવાર રાહ જોઇ રહ્યાં હતા.રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર સ્થિતિ સામે આવી છે. હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગઇકાલે બેડના અભાવને કારણે કોરોનાના ત્રણ દર્દીના લોબીમાં જ મોત થયા હતા. ઓક્સિજન પણ દર્દીઓને આપવામાં તંત્ર ઉણુ ઉતર્યુ છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી દર્દીઓને વોર્ડમાં એસી બંધ હોવાથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


    રાજકોટમાં કોરોનાની સ્થિતિ એ હદે વણસી છે કે, દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. આજે પણ છેલ્લા 24 કલાકમાં 31 કોરોનાના દર્દીઓના મોત નીપજ્યા છે. ગઇકાલે 24ના મોત નીપજ્યા હતા પરંતુ સરકારી ચોપડે 5ના જ મોત દર્શાવવામાં આવ્યા હતા. રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો કબ્જો મેળવ્યા પછી પણ સ્વજનોએ સ્મશાન સુધી જવા માટે 3થી 4 કલાકની રાહ જોવી પડી રહી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલ કોઇને કોઇ રીતે વિવાદોના ઘેરામાં સપડાયા કરે છે. આજે ફરી એક વખત મૃતદેહને લઇ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીના ટપોટપ થતા મૃત્યુને લઇ સ્મશાનમા જગ્યા ન હોવાનું ખુદ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડે દર્દીના સંબંધીને જણાવ્યું હતું. મૃત્યુ થયાના 3થી 4 કલાક બાદ મૃતદેહ લેવા આવવા તંત્ર દ્વારા દર્દીના સંબંધીઓને કહેવામાં આવી રહ્યું છે. જેમાં મૃતદેહ મેળવી અંતિમસંસ્કાર માટે પણ રાહ જોવી પડે છે તેવા વાઇરલ થયેલા વીડિયો પરથી પણ સ્પષ્ટ થયું છે.

    કોરોનાની સ્થિતિ ગંભીર થતાં કેસની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. અગાઉ જે મૃત્યુઆંક સિંગલ ડિજિટ પર હતો, એ આજે સતત છેલ્લા 8 દિવસથી ડબલ ડિજિટમાં આવી રહ્યો છે. છેલ્લા 14 દિવસમાં કોરોનાથી કુલ 176 દર્દીનાં મૃત્યુ થયાનો સરકાર તરફથી આંક જાહેર કરવામાં આવ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ટપોટપ મોત થતાં ગભરાટનો માહોલ ફેલાયો છે. હાલ કોરોના પિક પોઇન્ટ પર માનવામાં આવી રહ્યો છે, જેમાં ચાલુ માસ દરમિયાન 6 દિવસમાં 85 દર્દીનાં મૃત્યુ થયાં છે, જેમાં છેલ્લા 24 કલાકમાં 31 દર્દીનાં મૃત્યુ થયાં છે, જે મોત અંગે આખરી નિણર્ય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે.



Download Our B K News Today App



Related News