થરાનગરે જલારામ મંદીરે તૃતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-06 10:39:55
  • Views : 194
  • Modified Date : 2022-03-06 10:39:55

થરાનગરે જલારામ મંદીરે તૃતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

 

 કાંકરેજ તાલુકાના વહેપારી મથક અને ધર્મનગરી તરીકે ઓળખાતા થરા નગરમાં થરા-શિહોરી હાઈવે ઉપર ભવ્યાતિભવ્ય નવનિર્મિત જલારામ મંદીરે સંત પ.પૂજ્ય સંતશ્રી જલારામ બાપા, ભગવાનશ્રી રામચંદ્રજી પરીવાર -દરીયાલાલ દાદા,હનુમાનજી મહારાજ,નાગદેવતા વિગેરેની પ્રતિમઓનો ત્રિ-દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સંવત ૨૦૭૫ ના ફાગણ સુદ-૧ થી ૩ ને  તા.૭/૩/૨૦૧૯ થી ૯/૩/૨૦૧૯ દરમ્યાન યોજાયેલ.૩ વર્ષ પૂર્ણ થતાં આજે તૃતીય પાટોત્સવની રંગેચંગેઉજવણી કરવામાં આવી હતી .પાટોત્સવ નિમિતે યજ્ઞવિધિના મુખ્ય યજમાન ઠક્કર મનોજકુમાર નટવરલાલ ના મુખ્ય યજમાન પદે પંડિત રમેશભાઈ જોષી અધગામના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી હોમી પૂર્ણ કરેલ.બપોરે ૧૧-૩૦કલાકે ધ્વજાજી સાથે શોભાયાત્રા આશાપુરા માતાજીના મંદિરેથી નીકળી શ્રી જલારામ બાપાના મંદિરે બપોરે પહોંચી ૧૨-૩૯ કલાકે ધ્વજા ચડાવેલ. સાંજે ૬-૩૦ કલાકે મહા આરતી બાદ ભોજન પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડેલ.આ અવસરે મહાભોજનના દાતાશ્રી સ્વ.નગીનદાસ ખુમાજી પરિવાર ઝાબડીયા,આનંદના ગરબાના દાતાશ્રી કેશવલાલ પટેલ તેમજ અન્યદાતાઓએ દાન આપી ધન્યતા અનુભવેલ.આ પ્રસંગને દીપાવવા થરા સ્ટેટમાજી રાજવી અને થરા નગર પાલિકા પ્રમુખ  પૃથ્વીરાજસિંહ વાઘેલા,થરા એ.પી.એમ.સી.ના ચેરમેન અણદાભાઈ પટેલ,અચરતલાલ એસ.ઠક્કર, વગેરે હાજર રહેલ.

Download Our B K News Today App



Related News