ભોંયણ સી એન જી પંમ્પ પર થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-25 11:52:20
  • Views : 382
  • Modified Date : 2022-04-25 11:52:20

ભોંયણ સી એન જી પંમ્પ પર થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો..

 

ડીસા તાલુકા પોલીસે ચાર શખ્સો ને મુદામાલ સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી...

 

ડીસાના ભોંયણ પાસે આવેલ સીએનજી પમ્પ ની ઓફીસ માંથી 2 લાખ રોકડ રકમ ની ચોરીનો ભેદ ડીસા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી મુદામાલ સાથે ચાર શખ્સો ને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે...

 

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભોંયણ ખાતે આવેલ શ્રીજી cng ફીલિંગ પંમ્પ ખાતે ગત રોજ cng પંમ્પ ની ઓફીસ માંથી રોકડ રકમ 2,00,500 ની કોઈ ચોરી કરી જતા cng પંમ્પ ના માલિકે ડીસા તાલુકા પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીના ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટિમો બનાવી તપાસ નો ધમધમાટ શરૂ કરતાં પોલીસે cng પંમ્પ પર લગાવેલ cctv કેમરા ચેક કરતા  cctv ફૂટેજ માં આરોપી માથાના ભાગે ટોપી થતા મોઢાના ભાગે રૂમાલ  બાંધી ચોરી કરતા જણાવેલ તેમજ એક શખ્સ cng પંમ્પ ના સ્ટાફ કર્મચારી અજરૂદ્દીન પ્યારમહમદ શેખ (મુસ્લિમ) ઉંમર વર્ષ 36 રહે.છુંવારા ફળિયું ત્રણબતી,પાલનપુર વાળા પર શંકા જતા તેની વધુ પૂછપરછ કરતાં તેને સમગ્ર ગુનાની કબૂલાત કરતાં જણાવ્યું હતું.કે ચોરી કરવા માટે પાલનપુર ખાતેથી ચોરી કરનાર ને બોલાવી તેનની મદદ કરી cng પંમ્પ ની ઓફીસ માં પડેલ રોકડ રકમ 2,00,500 ની ચોરી કરાવી રીક્ષા ની મદદ થી પલાયન થઈ ગયેલ તેવું જણાવતા જે બાદ પોલીસે cng પંમ્પ પર ચોરી કરનાર ચાર શખ્સો ને ચોરાયેલ રોકડ રકમ 2,00,500 ના મુદામાલ ની રિકવર કરી ચાર શખ્સોને ઝડપી પાડી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News