દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં રખડતા ઢોરનો આતંક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-07 16:42:53
  • Views : 116
  • Modified Date : 2023-08-07 16:42:53

રાજ્યમાં દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા હાલ રખડતા ઢોરનું જાણે એપી સેન્ટર બની ગયું હોય તેવી સ્થિતિ છે. શહેરના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરને કારણે સ્થાનિકો ભારે પરેશાન છે. રખડતા ઢોરને કારણે વારંવાર અકસ્માત થવાની અને હુમલાની ઘટનાઓ બનતી રહે છે.ત્યારે આ અંગે પાલિકાને રજૂઆત કરવા છતાં આ અંગે નક્કર કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનું સામે આવ્યું છે. જેથી હવે રખડતા ઢોર મુદ્દે જિલ્લા બાર એસોસિએશને પણ પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ નગરપાલિકા વિરુદ્ધ ઠરાવ કરીને નગરપાલિકાને 15 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. વકીલ મંડળે રખડતા ઢોર મુદ્દે જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા પાલિકાને અલ્ટિમેટમ આપ્યું છે.આ તરફ પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે કે પાલિકા પાસે કોઈ ઢોરવાડો નથી. આ સાથે જ ગૌશાળાઓ અને પાંજરાપોળો રખડતા ઢોર રાખવા તૈયાર નથી. આથી રખડતા ઢોરને પકડીને ક્યાં રાખવા તે પાલિકા માટે એક વિકરાળ પ્રશ્ન છે. જો કે તંત્ર તરફથી આ અંગે નક્કર કાર્યવાહી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનો દાવો અધિકારીએ કર્યો છે.

Download Our B K News Today App



Related News