ગોંડલ શહેરમાં ફરી જોવા મળ્યો અખલાઓનો આતંક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-05 16:32:05
  • Views : 112
  • Modified Date : 2023-06-05 16:32:05

રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જ જાય છે આજે ફરી ગોંડલ શહેરમાં જેતપુર રોડ પર આવેલ માલવીયા નગર માં આખલાઓનો આતંક સામે આવ્યો છે જેમાં માલવીયા નગરમાં રોજિંદા દિવસ દરમિયાન આખલાઓ ભુરાયા થયા હોઈ શેરી ગલીઓમાં લોકોને ચાલવું મુશ્કેલ થઇ ગયું છે અનેક વખત આખલાઓ વચ્ચે યુદ્ધ જામે છે શેરી ગલીઓમાં પાર્કિંગ કરેલા વાહનો માં નુક્શાની જોવા મળે છે છેલ્લા 5 -6 દિવસ થી દિવસ અને રાત્રીના સમયે આખલાઓ વચ્ચે લડાઈ ચાલુ રહે છે ત્યારે રહેવાસીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.માલવીયા નગરમાં બન્ને આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હોઈ છે ત્યારે રહેવાસીઓ લાકડીઓ સાથે રાખીને પાણી છાંટીને છુટ્ટા પાડે છે આખલાઓના ત્રાસ થી શેરી ગલીઓમાં ઘર પાસે બેસાતું નથી કોઈ લારી વાળા શેરીઓમાં પ્રવેશતા નથી આખલાઓ ના યુદ્ધ વચ્ચે જાણે તંત્ર કોઈ મોટા અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે તેવું લાગી રહ્યું છે.ત્યારે આજે જંગે ચડેલ આખલાઓને પાણીનો મારો ચલાવી ને છુટા પાડવામાં આવ્યા હતા.બે દિવસ પૂર્વે પણ ઢોર એ વૃદ્ધ ને અડફેટે લીધા હતાગોંડલ ભગવતપરા ધોઘાવદર ચોક પાસે આવેલ સિદી સોસાયટી પાસે ગાય એ આધેડને ઠીંકે ચડાવતા 108 એમ્બ્યુલન્સ મારફત સૌ પ્રથમ સિવિલ હોસ્પિટલ ત્યાર બાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Download Our B K News Today App



Related News