ડીસા ના શિવાલયો ભક્તોથી ઉભરાયા છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસથી જ શિવાલયો હર હર મહાદેવ ના ગુણ થી ગુંજી ઉઠ્યા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-30 11:28:00
  • Views : 247
  • Modified Date : 2022-07-30 11:28:00


મંદિરો માં વહેલી સવારથી જ શિવજીની પૂજા આરાધના માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી લાગી હતી

 

શ્રાવણ મહિનો એટલે શિવજીની ભક્તિ અને આરાધના નો મહિનો .આજે શ્રાવણ મહિનાના પ્રથમ

દિવસે ડીસાના તમામ શિવાલયો હર હર મહાદેવ ના નાથી ગુંજી ઉઠ્યા છે. ડીસા માં આવેલ પાતાળેશ્વર મહાદેવ, શિવધામ, નીલકંઠ મહાદેવ, ત્રણ હનુમાન મંદિર , તોપખાના મહાદેવ, રીસાલેશ્વર મહાદેવ, ભૂતેશ્વર મહાદેવ , જલારામ સંકુલમાં આવેલ રામેશ્વર મહાદેવ સહિતના શિવાલયો માં શિવજીની પૂજા માટે ભક્તો એ વહેલી સવારથી લાઈનો લગાવી હતી. શિવજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તોએ બિલીપત્ર, પુષ્પ, દૂધ, ઘી, દહી, અત્તર થી પૂજા અર્ચના કરીએ ફળ અર્પણ કર્યા હતા અને દૂધ, પંચામૃત ,મધ, નાગકેસર, ગંગાજલ વગેરેનું અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ હોવાથી શિવાલયો માં પ્રથમ પ્રહોર થી પૂજા શરૂ થઈ હતી જે મોડી રાત્રે છેલ્લા પ્રહોર સુધી ચાલશે. સમગ્ર શ્રાવણ માસન દરમિયાન શિવાલયમાં નિત્ય સેવા પૂજા કરનાર ભક્તોએ આજે બ્રાહ્મણો પાસેથી પૂજાના સંકલ્પ લીધા હતા. . . .

Download Our B K News Today App



Related News