કોરોનાની મહામારીને ધ્યાને લઈ ઢીમા ખાતે આવેલ ધરણીધર શામળાજીનુ મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:06:28
  • Views : 246
  • Modified Date : 2021-05-27 11:06:28

    સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે કેટલાક જિલ્લાઓમાં lockdown પણ જાહેર કર્યું છે..કોરોનાની મહામારીને લઇને એક બાજુ જ્યા બધુ જ બંધ છે ત્યાંરે બીજી બાજુ કોરોનાનું ગ્રહણ મંદિરો પર પણ લાગ્યું છે..કોરોનાની મહામારીને લઇ ઘણા બધા મંદિરો બંધ છે ત્યારે પૂનમના દિવસે ધરણીધર શામળાજીના અને ઢીમણનાગ મંદિરે મેળો ભરાય છે પણ આવી મહામારીના કારણે ઘણા લોકો ભેગા ન થાય તેમાટે શામળાજીના મંદિરને આજે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું છે અને ભક્તોને મંદિરે ન આવવા માટે કહેવામાં આવ્યું હતું... તેમજ આ મંદિરે લોકો ભેગા ન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News