પરિણામ બનાવનાર શિક્ષક ભાગ્યા બે નું ફેકટર મારવાનું ભૂલી ગયા થરાદની મિયાળ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીનું પરિણામ બનાવવામાં છબરડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 11:15:43
  • Views : 4918
  • Modified Date : 2022-05-09 11:15:43


: શાળાના આચાર્ય શિક્ષકને આપી નોટીસ

- પરિણામ બનાવવાની શિક્ષકની ભુલના કારણે શાળાના આચાર્ય શિક્ષકને આપી લેખિતનો નોટીસ

થરાદ તાલુકાના  મિયાલ ગામમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષક કરસનભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીનું પરિણામ બનાવવામાં જે ભૂલ કરી છે જેમાં સાબિત થાય છે કે શું આમ થશે બાળકોનું ઘડતર અને શિક્ષકો વિદ્યાર્થીઓનો આવા પરિણામ જવાબદારી વગર  ટાઈમપાસ લાગતું હોય તેવી રીતે રીઝલ્ટ બનાવવા બેઠા હોય ત્યારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવાર ઉપર શું વીતતી હોય છે જેની શાળાના શિક્ષકોને હોતી નથી અને તેના માઠા પરિણામ પણ આવતા હોય છે. જેમાં જાેવા જઈએ તો સરકારી પરીક્ષાઓ હોય કે ભરતી મામલે સતત છબરડા અને વિવાદો સામે આવતા રહે છે. ત્યારે હવે પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીના રીઝલ્ટમાં છબરડો સામે આવ્યો છે. જેમાં થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના પરિણામમાં મોટો છબરડો સામે આવતા હાલ શિક્ષણ મામલે અનેક સવાલો ઉદ્દભવી રહ્યા છે.

માહિતી અનુસાર થરાદ તાલુકાની મિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના પરિણામમાં દશરથભાઇ ચૌધરી નામના એક વિદ્યાર્થીને સામાજિક વિજ્ઞાનમાં ૧૬૦ માંથી ૧૭૪ ગુણ અને અંગ્રેજીમાં પણ ૧૬૦ માંથી ૧૬૫ ગુણ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પ્રાથમિક શાળામાં વાર્ષિક મૂલ્યાંકન ૧૬૦ ગુણ હોય છતાં ૧૬૦ કરતા વધુ ગુણ અપાતા શિક્ષકની પોલી ખુલી પડી ગઈ છે. એટલું નહીં, શાળાના વિદ્યાર્થીનું રીઝલ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થતા શિક્ષકોની કામગીરી બાબતે અનેક સવાલો  ઉદ્દભવી રહ્યા છેમિયાલ પ્રાથમિક શાળામાં ધોરણ ૮ના વિદ્યાર્થીનું પરિણામ વર્ગશિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તેમણે ભૂલ કરી તો સમજાઈ ગયું પરંતુ જ્યારે રીઝલ્ટની કોપી શાળાના આચાર્ય પાસે આવી પહોંચી તો પણ આવડી મોટી ભૂલ ધ્યાને આવી નહોતી. વાત કરવામાં આવે તો સામાન્ય રીતે વર્ગશિક્ષક દ્વારા પરિણામ તૈયાર કર્યા પછી શાળાના આચાર્ય પાસે સહી સિક્કા કરવા માટે મોકલવામાં આવતું હોય છે. પરંતુ કેસમાં તો આચાર્યએ પણ સહી સિક્કા કરી રીઝલ્ટને વેલીડ કરી નાખ્યું હતું. જેના કારણે મુદ્દો મોટા પાયે ચગ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ સુધારાની વાતો કરતી સરકારની કામગીરી પર પાણી ફેરવતા પ્રકારના શિક્ષકો પર લોકોનો સોશિયલ મીડિયા પર ઉગ્ર રોષ સાથે કટાક્ષ જાેવા મળી રહ્યો છે. એક મોટો સવાલ ઉભો થાય છે કે, જ્યાં મૂલ્યાંકન કરતા વધુ ગુણ અપાતા હોય ત્યાં બાળકનું ઘડતર કેવું થતું હશે.

રિઝલ્ટ બનાવવામાં શિક્ષકે ભુલ કરી હોવાથી આચાર્ય દ્વારા નોટિસ અપાઈ

મિયાલ પ્રાથમિક શાળાના આચાર્ય રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારી શાળાના શિક્ષક કરશન પટેલે એક વિદ્યાર્થીના રિઝલ્ટ બનાવવામાં જે ગુણ મૂકવામા જે ભુલ કરી હતી તે જાણવા મળ્યું ત્યારે તે શિક્ષકને નોટિસ આપવામાં આવી હતી અને બે દિવસમાં તે ભુલનો ખુલાસો રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.

ઘરે જઈને પપ્પાને રિઝલ્ટ બતાવ્યુ ત્યારે ભૂલની ખબર પડી

મિયાલ પ્રાથમિક શાળાના ધોરણ ના વિદ્યાર્થી દશરથ ચૌધરી પોતાનું રિઝલ્ટ ઘરે જઈને પોતાના પપ્પાને બતાવ્યું ત્યારે તે જાણવા મળ્યું કે કુલ ગુણ કરતાં મેળવેલા ગુણ વધારે દર્શાવવામાં આવ્યા છે ત્યારે તરત શાળામાં જઈને રિઝલ્ટ  સુધાર્યું

Download Our B K News Today App



Related News