સૌરાષ્ટ્ર તૌકતે : એનડીઆરએફની ટીમ તૈનાત, હવામાન વિભાગ દ્વારા આજે બપોર બાદ ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી વ્યક્ત કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 13:58:18
  • Views : 333
  • Modified Date : 2021-05-17 13:58:18

    તૌકતે વાવાઝોડાને લય ભાવનગરનું તંત્ર અલર્ટમાં આવી ગયું છે, આગળ વધતા વાવાઝોડાની દિશા ને જોતા સૌરાષ્ટ્ર તરફ વધારે ખતરો મંડરાઇ રહ્યો છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે બપોર બાદ ભારે પવન સાથે વરસાદ આવવાની આગાહી આપવામાં આવી છે.તાઉ-તે વાવાઝોડાને લઈ ભાવનગરમાં ઘોઘા, તળાજા, મહુવા, અને એક ગ્રામ્ય વિસ્તારમાં એનડીઆરએફની ટીમે તહેનાત કરવામાં આવી છે, તેમજ 10 આઇ.સી.યુ એમ્બ્યુલન્સ, 31 જેટલી 108ની ટિમ ફાળવવામાં આવી છે, વાવાઝોડાની સ્થિતિને જોતા ભાવનગર ઘોઘા બંદર પર આજે સવારે 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

    ભાવનગરમાં જિલ્લામાં હાલ અત્યારે સુધીમાં મહુવામાં 7291, તળાજામાં 3050, ભાવનગર ગ્રામ્યમાં 1232, ઘોઘામાં 328, ભાવનગર સીટીમાં 1157, પાલીતાણામાં 1440, ગારીયાધારમાં 433, સિહોરમાં 60, ઉમરાળામાં 980, વલ્લભીપુરમાં 1196, જેસરમાં 510 સહિતના 94 ગામોના કુલ 17,677 લોકોને સરકારી શાળાઓ, શૅલ્ટરો તેમજ અન્ય સ્થળોએ સ્થળાંતર કરવા કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, વાવાઝોડાંને પહોંચી વળવા સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ પ્રકારની કામગીરી થી સજ્જ થઈ ગયું છે, વાવાઝોડાની સૌથી વધુ અસર મહુવા ખાતે થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News