ડીસાના તાલુકા હેલ્થ ઓફિસરે લોકોને અપીલ કરતાં જણાવ્યુ છે કે લોકો દ્વારા લગ્નો દરમ્યાન સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 10:47:24
  • Views : 281
  • Modified Date : 2022-05-08 10:47:24


છેલ્લા અઢી વર્ષથી સમગ્ર વિશ્વને બાનમાં લેનાર કોરોના વાઇરસના એક પછી એક નવા વેરિયન્ટ આવી રહ્યા છે.. અને વેરિયન્ટ એક પછી એક નવી લહેરને જન્મ આપી રહ્યા છે.. અગાઉ કોરોના વાઇરસના ડેલ્ટા વેરિયન્ટે ભારતમાં ખતરનાક એવી બીજી લહેર લાવી હતી.. અને ભારતમાં બીજી લહેર આવી તે પહેલા લોકો પહેલી લહેરને ભૂલી ચૂક્યા હતા.. અને તેના પરિણામ સ્વરૂપે બીજી લહેરે ભારે આતંક મચાવ્યો હતો.. ત્યારે એકવાર ફરી હવે કોરોના વાઇરસની ચોથી લહેર મોટી તબાહી મચાવી શકે તેમ છે.. કારણ કે વર્તમાન સમયમાં લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી છે.. અને લોકો અત્યારે સરકારની ગાઈડલાઇનને ભૂલી ચૂક્યા હોય તેવું જોવા મળી રહ્યું છે.. વર્તમાન સમયમાં લગ્નોની ખરીદી કરવા માટે લોકોની ભીડ જામી રહી છે અને લોકોના ચહેરા પર માસ્ક પણ જોવા નથી મળી રહ્યા.. અને તે આગામી સમયમાં ગંભીર પરિણામ આપી શકે તેમ છે.ત્યારે દિલ્હી સરકારની જેમ માસ્ક પહેરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં કોરોના કેસ અટકી શકે તેમ છે. ત્યારે બાબતે ડીસાના તાલુકા હેલ્થ ઓફિસરે લોકોને અપીલ કરતાં જણાવ્યુ છે કે લોકો દ્વારા લગ્નો દરમ્યાન સરકારની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવે...

Download Our B K News Today App



Related News