ડીસા કોલેજ માં ત્રણ વર્ષ બાદ વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-07 12:47:13
  • Views : 175
  • Modified Date : 2022-06-07 12:47:13

 

ડીસા ખાતે કાર્યરત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 2019 ના વર્ષમાં વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે હજાર રૂપિયા ભર્યા હતા જેમને અનેકવાર કરેલા આંદોલન બાદ આજે ડીસા કોલેજ ખાતે ટેબ્લેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું.

 

આજના ટેકનોલોજી ભરેલા યુગમાં વિદ્યાર્થીઓ ભણતરમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટેબલેટ યોજના અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારની ટેબલેટ યોજના અંતર્ગત ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના 1,754 વિદ્યાર્થીઓએ વર્ષ 2019 ના વર્ષમાં ટેબલેટ માટે હજાર રૂપિયા ભર્યા હતા પ્રથમ વર્ષમાં ટેબલેટ માટે ભરેલા પૈસા હોવા છતાં વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ સુધી ટેબલેટ આપવામાં આવ્યું હતું ટેબલેટ મેળવવા માટે કોલેજના વિદ્યાર્થીઓએ અનેકવાર ગુજરાત યુનિવર્સિટી રાજ્ય સરકાર તેમજ કોલેજ કક્ષાએ રજૂઆતો કરી હતી કેટલીકવાર તો વિદ્યાર્થીઓ ટેબલેટ માટે ઘરણા પણ યોજાયા હતા. વારંવાર વિદ્યાર્થીઓની રજૂઆતના પગલે આજથી ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુજરાત સરકારની ટેબલેટ યોજના અંતર્ગત ટેબ્લેટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્રણ વર્ષ બાદ 1,754 વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટનું વિતરણ શરૂ કરાયું હતું જેમાં પ્રથમ દિવસે કોલેજમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હતા. અને આવનારા દિવસમાં બાકી રહેલા તમામ વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા ટેબ્લેટનું વિતરણ કરી દેવામાં આવશે હાલ 2019 ના વર્ષમાં જે પણ વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે અરજી કરી હતી તે તમામ વિદ્યાર્થીઓને કોલેજ સંચાલક મંડળ દ્વારા વ્હોટસપ, સોશિયલ મીડિયા તેમજ કોલેજની એપ્લિકેશન પર ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેની જાહેરાત કરી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવી રહ્યા છે.

 

ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વર્ષ 2019 માં ગુજરાત સરકારની ટેબલેટ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ ટેબલેટ માટે હજાર રૂપિયા ભરી નોંધણી કરાવી હતી પરંતુ ત્રણ વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં પણ યુનિવર્સિટી દ્વારા એક પણ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા જેના કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓએ ટેબ્લેટ માટે રાજ્ય સરકાર, ગુજરાત યુનિવર્સિટી અને ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રજૂઆત કરવામાં આવી હતી.તેમ છતાં પણ ત્રણ વર્ષ સુધી કોલેજના વિદ્યાર્થીઓને ટેબ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓમાં રાજ્ય સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો હતો. પરંતુ આજથી ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 1,754 જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટનું વિતરણ સંચાલક મંડળ દ્વારા શરૂ કરવામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી પ્રથમ દિવસે d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા ટેબલેટ મળતાની સાથે ત્રણ વર્ષ બાદ વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને ટેબ્લેટ આવતાની સાથે વિદ્યાર્થીઓ સરકાર અને કોલેજ સંચાલક મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

Download Our B K News Today App



Related News