બીકેન્યૂઝ ટુડેના ખાસ અહેવાલ બાદ તંત્ર સફાળુ જાગ્યું હતું..ડીસાની મામલતદાર કચેરીમાં માસ્ક પહેર્યા બાદ જ લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-04 12:00:18
  • Views : 201
  • Modified Date : 2021-12-04 12:00:18

ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત બાદ સરપંચ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.. ત્યારે ડીસા ખાતે મામલતદાર કચેરીમાં પણ ડીસા તાલુકાની ગ્રામ પંચાયત માટે સરપંચ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચી રહ્યા છે અને તેમની સાથે તેમના સમર્થકો પણ આવી રહ્યા છે.. જેને પગલે મામલતદાર કચેરીમાં કોરોનાની ગાઈડલાઇનનો ભંગ થતો હોવાનો અહેવાલ પ્રસારિત થયો હતો... જેમાં ડીસાની મામલતદાર કચેરીમાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને સોસિયલ ડિસ્ટન્સનો ભંગ થવા ઉપરાંત તમામ લોકો માસ્ક વગર ફરતા નજરે પડ્યા હતા..જે બાદ અહેવાલ પ્રસારિત કરીને તંત્રને કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરાવવા માટેની ટકોર કરવામાં આવી હતી.. જેને પગલે આજથી વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને ડીસાની મામલતદાર કચેરીમાં એકઠા થતાં લોકોના ટોળાં દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.. ઉપરાંત મામલતદાર કચેરીમાં પણ માસ્ક વગર પ્રવેશ કરવા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો.. અને માસ્ક વગર આવતા લોકોને ફરજિયાત પોલીસ અટકાવી રહી છે અને માસ્ક પહેર્યા બાદ કચેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ફોર્મ ભરવા આવતા ઉમેદવારોને માસ્ક વગર ફોર્મ ભરવા દેવામાં આવ્યું નહતું.જે આજે તમામ લોકો સરકારની ગાઈડ લાઈન મુજબ ફોર્મ ભરતા નજરે પડ્યા હતા.

Download Our B K News Today App



Related News