સુપ્રિમકોર્ટ દ્વારા કલમ 370 ને સંપૂર્ણ પણે નાબુદ કરવાના નિર્ણયને નર્મદા આરતી સાથે વધાવી લેવાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-12 15:49:09
  • Views : 86
  • Modified Date : 2023-12-12 15:49:09

સુપ્રિમકોર્ટ દ્વારા કલમ 370 ને સંપૂર્ણ પણે નાબુદ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઐતિહાસિક નિર્ણયની ઉજવણી ભરૂચમાં નર્મદા આરતી સાથે કરવામાં આવી હતી.હરિ પ્રબોધમ પરિવાર ભરૂચના ભક્તો દ્વારા નર્મદામૈયાની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યુ હતું.હરિ પ્રબોધમ પરિવારના ભક્તો મોટી સંખ્યામાં હાજર રહી માં નર્મદાની સમૂહ આરતી કરી અદાલતના નિર્ણયને વધાવી લીધો હતો.આ કાર્યક્રમના આયોજક મિલિંદભાઈ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં સુપ્રિમકોર્ટના નિર્ણયનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતના દરેક નાગરિકને નર્મદા આરતી થકી લોક માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના પણ આ અવસરે કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News