સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું- કોરોનાની ત્રીજી લહેર આવવાની બાકી, દિલ્હીમાં ઓક્સિજનની તંગી ન થવી જોઈએ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 13:08:45
  • Views : 252
  • Modified Date : 2021-05-06 13:08:45

    કોરોના મહામારીની વચ્ચે ઓક્સિજનની અછતને લઈને સુપ્રીમ કોર્ટમાં આજથી ફરી સુનાવણી થઈ રહી છે. કેન્દ્ર સરકારે ઓક્સિજન ખરીદવા અને અલગ-અલગ રાજ્યોને સપ્લાઈ કરવાનો ડિટેલ પ્લાન સુપ્રીમ કોર્ટને સોંપી દીધો છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે સમગ્ર દેશમાં ઓક્સિજન સપ્લાઈ પર ધ્યાન આપવું જોઈએ. સાથે જ ઓક્સિજનનું ઓડિટ કરાવવા અને તેના એલોટમેન્ટની રીતો પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત છે.

    ઘરે સારવાર કરવી રહેલા લોકોને પણ ઓક્સિજનની જરૂરિયાત છે. ઓક્સિજનની જરૂરિયાત આંકવાની ફોર્મ્યુલા ખોટી છે. છતા પણ વાસ્તવિકતા એ છે કે આપણે સમગ્ર દેશ માટે વિચારવાનું છે. આજે આપણે તૈયારી કરીશું તો કોવિડનો ત્રીજો ફેઝ આવવા પર આપણે સારી રીતે તેનો સામનો કરી શકીશું.


Download Our B K News Today App



Related News