ભરણપોષણ મળી શકે કે નહીં તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-12-21 19:02:41
  • Views : 594
  • Modified Date : 2024-12-21 19:02:41

બીજી પત્ની ભરણપોષણ માટે લાયક છે કે નહીં અને જો હોય તો તેને પહેલી પત્ની જેટલું જ ભરણપોષણ મળી શકે કે નહીં તેને લઈને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ભરણપોષણ કેસની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટની બેન્ચે એવી ટીપ્પણી કરી છે કે બીજી પત્ની ભરણપોષણ માટે યોગ્ય તો છે પરંતુ જરુર નથી કે તેને પહેલી પત્ની જેટલા જ પૈસા મળે.


ભારતમાં જન્મેલા અને અમેરિકામાં સફળ IT કન્સલ્ટન્સી સર્વિસ ચલાવનાર વ્યક્તિને લગ્ન અને છૂટાછેડાને કારણે ભારે કિંમત ચૂકવવી પડી હતી. નવેમ્બર 2020માં તેની પહેલી પત્નીને 500 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે તેની બીજી પત્નીને 12 કરોડ રૂપિયા આપવાનો આદેશ આપ્યો છે. આ વ્યક્તિએ તેના "સંપૂર્ણ રીતે તૂટી ગયેલા" લગ્નને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમના બીજા લગ્ન 31 જુલાઇ 2021ના રોજ થયા હતા અને થોડા મહિનાઓ પછી સમાપ્ત થઈ ગયા હતા. બીજી પત્નીએ કાયમી ભરણપોષણની માંગ કરી હતી અને કહ્યું હતું કે તેને પણ પહેલી પત્નીની બરાબર ચૂકવણી કરવી જોઈએ.


જસ્ટિસ બીવી નાગરથ્ના અને પંકજ મિથલની બનેલી સુપ્રીમ કોર્ટની બેન્ચે બીજી પત્નીની માગણીને ફગાવી દેતાં કહ્યું હતું કે બીજી પત્નીનો મામલો પહેલી પત્ની સાથે ઘણાં વર્ષો સુધી વિવાહિત જીવન જીવતા વ્યક્તિ કરતાં અલગ છે તેથી જીવનસાથીની સંપત્તિ, સ્થિતિ અને આવકના આધારે સરખા પૈસા ન આપી શકાય.

Download Our B K News Today App



Related News