સરહદી વાવ તાલુકાના માધપુરા ગામ ની વેદના આ વર્ષે પણ કેનાલ રીપેર થશે કે વર્ષોની માફક કેનાલનો કકળાટ તમામ રજુઆત બાદ પણ કેનાલનો પ્રશ્ન હલ ન થતા ગામ લોકો મુંઝવણમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-30 11:24:53
  • Views : 305
  • Modified Date : 2021-05-30 11:24:53

     બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલ આશીર્વાદ રૂપ સમાન છે પણ હજુ કેટલાક ગામોમાં કેનાલ માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે જો વાત કરવામાં વાવના માધપુરા ગામની મસાલી માઇનોર કેનાલની તો આ કેનાલનો દર વર્ષે તૂટવાનો રેકોડ અકબંધ છે..ગામમાં ખેતી કેનાલ પર નિર્ભર છે..કેનાલમાં પાણી આવે ત્યારે ગામ લોકો ખુશ જરૂર થાય છે પરંતુ તંત્ર દ્વારા જ્યારે પણ કેનાલમાં પાણી છોડવામાં આવે એટલે ગાબડું નક્કી.. જેના કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે.. કેનાલ તૂટતાં કેનાલનું પાણી આજુબાજુ ના ખેતરોમાં ફરી વળે છે જેથી ખેડૂતોને લાખોનું નુકશાન થાય છે..2013માં બનેલી કેનાલ દર વર્ષે બે કરતા વધુ વાર તૂટે છે..પરિણામે ખેડૂતો ખેતી કરી સકતા નથી અને ખેડૂતોને લાખોનું નુકશાન થાય છે.. ગામલોકો દ્વારા કેનાલ તૂટવાની સમસ્યાનું અનેકવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કેનાલ રીપેર ન થતા ખેડૂતો જાતે જ રીપેર કરવા મજબુર બન્યા છે.

     કેનાલને લઈ ખેડૂતોએ સી એમ અને તમામ અધિકારીઓને રજુઆત કરી ચુક્યા પણ પરિણામ ન આવ્યું..તંત્ર દ્વારા ખોતા વાયદા થતાં આશ્વશન આપવામાં આવે છે પણ કેનાલ રિપેરિંગ કરવામાં આવતી નથી..તેમજ કેનાલમાં વપરાયેલ કાળી માટીના કારણે જ કેનાલ તૂટતી હોવાનું સ્થાનિકો મત છે.. જે કેનાલની કામગીરીમાં ગેરરીતિ થઈ હોવાનું એક ઈશારો કરી રહ્યો છે .

     બનાસકાંઠામાં બનેલ તમામ કેનાલ ક્રમશ: તૂટતી જોવા મળી રહી છે વાંરવાર રજુઆત છતાં કેનાલની કામગીરીમાં કઈ પણ કામ ન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સવાલ એ પણ ઉભો થયો કે કેનાલ આશીર્વાદને બદલે શ્રાપરૂપ  કેમ સાબિત થઈ રહી છે.. કેનાલ કેમ શોભના ગાંઠિયા સમાન બની રહી છે..? ત્યારે સરકાર ક્યારે કેનાલના કકળાટનું નિવારણ લાવશે એ કહેવું મુશ્કેલ છે.

Download Our B K News Today App



Related News