ધમનીમાં જામેલા સખ્તમાં સખ્ત કેલ્શિયમ બ્લોકેજને ડાયમંડ વડે દૂર કરતા ડાયમંડ સિટી સુરતના આ હાર્ટ સ્પેશિયાલિસ્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 15:23:15
  • Views : 266
  • Modified Date : 2020-12-25 15:23:15

    ડાયમંડ નગરી સુરતમાં હીરાનો અલગ-અલગ જગ્યાએ ઉપયોગ થતો હોવાનું તો તમે સાંભળ્યું હશે. પરંતુ હૃદયની ધમનીમાં કેલ્શિયમના સખ્ત ગઠ્ઠારૂપી બ્લોકેજ કે જે બલૂન બ્લાસ્ટથી પણ દૂર ન થઈ શકે તેને ડાયમંડ વડે દૂર કરાય છે તેવું કદી સાંભળ્યું છે? જી હા, સુરતના જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. અતુલ અભ્યંકર ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડ વડે હાર્ટના બ્લોકેજ દૂર કરે છે. જે રીતે જ્વેલરીમાં હીરાને જડવામાં આવે છે એ જ રીતે બ્લોકેજ તોડવા માટેના મશીનની આગળના ભાગમાં હીરાને જડીને ધમનીમાંથી સખ્તમાં સખ્ત બ્લોકેજને ડૉ. અભ્યંકર દૂર કરે છે. આ રીતે હાર્ટ પેશન્ટ બાયપાસમાંથી બચી જાય છે. ધમનીમાં બલૂન મૂકે કેવી રીતે નળીમાં ડાયમંડનું ડ્રીલ હોય છે જે ઓલિવ શેપનું હોય છે અને તેની પર રિયલ ડાયમંડ બેસાડેલો હોય છે જે 160થી 220 થાઉઝન્ડ રોટેશન પર મિનિટની ગતિએ ફરે છે. ડાયમંડ સૌથી સખ્તમાં સખ્ત કુદરતી પદાર્થ છે અને આટલા રોટેશન પર ડ્રિલ મશીન પર ગોઠવેલો ડાયમંડ કેલ્શિયમ ડિપોઝિટને તોડીને સૂક્ષ્મતમ કણોમાં તબદિલ કરી દે છે. સામાન્ય બ્લોકેજ દૂર કરવાની બલૂન બ્લાસ્ટની પ્રક્રિયાથી જે કેલ્શિયમનો ગઠ્ઠો નીકળી શકે તેને આ ટેકનિકથી દૂર કરાય છે. 100માંથી 4 હાર્ટ-પેશન્ટને નળીમાં કેલ્શિયમ જામી જાય છે.


    નળીમાં કેલ્શિયમ વધારે હોય ત્યારે એન્જિયોપ્લાસ્ટી વડે અંદર બલૂનથી ફુલાવવામાં આવે છે. ત્યારે પથ્થર જેવું થઈ ગયું હોવાથી બલૂન ફૂલતા નથી અથવા તેના પર પ્રમાણ કરતાં વધારે પ્રેશર નાખવામાં આવે તો નળી અથવા બલૂન ફાટી જવાની શક્યતા છે. ત્યારે આવા સમયે રોટાબ્લેટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ સમસ્યા આઝમ કેળાવાળા નામના સુરતના ફળના વેપારીને થઈ હતી અને આ પદ્ધતિથી હાર્ટ બ્લોકેજ દૂર કર્યો છે. આ ટેકનિક વડે ડૉ. અભ્યંકર અત્યારસુધીમાં ઓછામાં ઓછા 100 ઓપરેશન કરી ચૂક્યા છે.ડો.અતુલ અભ્યંકરે જણાવ્યું હતું કે ડાયમંડ વિશ્વનો સૌથી કઠોર પથ્થર ગણાય છે. જ્યારે હાર્ટમાં કેલ્શિયમ જામી જાય ત્યારે એ પથ્થર જેવો સખત થઈ જાય છે, એટલે એને હટાવવા માટે આ મશીનના ઉપયોગ કરવામાં આવે છે. આ મશીનની આગળ ડાયમંડ ફિટ કરવામાં આવ્યો હોય છે, જેથી કેલ્શિયમને હટાવી શકાય છે. સૌકોઈ જાણે છે કે સુરતમાં વિશ્વના 10માંથી 9 હીરા કટિંગ, પોલિશિંગ થાય છે, પરંતુ લોકો જાણતા નથી કે સુરતના ક્લીન હીરા થકી દિલની સફાઈ પણ કરી શકાય છે. જે મશીનમાં આ હીરા લગાડવામાં આવે એ ખૂબ જ અદ્યતન હોય છે, જેને જોવા ઈરાનથી મેડિકલ ટીમ પણ આવી ચૂકી છે.


    ડો અતુલ અભ્યંકરે જણાવ્યું હતું કે સામાન્ય જે ખર્ચ બ્લોકેજ દૂર કરવામાં આવે છે એનાથી માત્ર 50 હજાર વધુનો ખર્ચ થકી આ અસાધ્ય બ્લોકેજ સાચા હીરાના માધ્યમથી દૂર કરવામાં આવે છે. જે એક મિનિટમાં ડાયમંડ રોટાબ્લેટર 2.20 લાખની મહત્તમ રોટેશને ફરે છે. વારાફરતી રોટાબ્લેટર મશીન એક ડ્રિલ મશીન કરતાં પણ વધારે સ્પીડમાં રાઉન્ડ ફરે છે. 500 વોલ્ટ સુધીનું રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 4000થી 5000 રોટેશન પર ફરે છે.

    તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હાર્ટની નળીના બ્લોકેજ હટાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા રોટા બ્લેટર મશીન એક મિનિટમાં 1.60 લાખથી 1.80 લાખ વાર ફરે છે. રોટા બ્લેટર દ્વારા કેલ્શિયમ રિમૂવ કરવામાં આવે છે. મશીનમાં ટેકનિકનો ઉપોયગ કરવામાં આવ્યો હોય છે. એટલાં માટે જ્યારે મશીન ફરે ત્યારે કેલ્શિયમના કણ 5 માઈક્રોન કરતાં પણ નાના હોય છે. એટલે સરક્યુલેશન દ્વારા પસાર થઈ જાય છે અને શરીરને પણ નુકસાન થતું નથી.આમ તો તેઓ 1995માં વિદેશમાં પ્રેક્ટિસ કરતા હતા ત્યારથી આ ટેકનિકનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ભારતમાં તેઓ 2001માં આવ્યા અને સુરતમાં સ્થાયી થયા હતા. ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડ વડે આ હાર્ટ સ્પેશિયાલિસ્ટ ત્યારથી દર્દીઓમાંના સખ્તમાં સખ્ત કેલ્શિયમ બ્લોકેજને દૂર કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, આ માટે તેમણે કોઈ પેટન્ટ કરાવી નથી કારણ કે આ સર્વવિદિત ટેકનિક છે અને તેના માટે કોઈ વધારાની મંજૂરીની પણ જરૂર નથી.


Download Our B K News Today App



Related News