પાણીચું પકડાવવાના સરકારના નિર્ણય સામે ટ્રાફિક બ્રિગેડના જવાનોનો નોકરી બચાવવા સંઘર્ષ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-23 15:01:17
  • Views : 77
  • Modified Date : 2023-11-23 15:01:17

સુરતઃ TRB જવાન કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. નોકરીમાંથી છૂટા કરવાના નિર્ણયનો જવાન વિરોધ કરી રહયા છે. તંત્ર દ્વારા રાતોરાત લેવાયેલા  નિર્ણયથી પરિવારો પર સંકટ આવવાની TRB જવાન હૈયાવરાળ ઠાલવી રહ્યા છે.હવે  બીજે ક્યાંય નોકરી મેળવવી મુશ્કેલ હોવાની રજુઆત સાથે સરકારે નિર્ણય પર ફેરવિચારણા કરવી જોઇએ તેવી માંગ કરી હતી. કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ TRB જવાનો સુરતમાં ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા.TRB જવાનોએ શહેર ભાજપ પ્રમુખને પણ આવેદન આપ્યું અને સરકારમાં રજૂઆત કરીને નિર્ણય પરત ખેંચવા વિનંતી કરી હતી. સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પણ TRB જવાનોની માગ સરકારમાં પહોંચાડવાની હૈયાધારણા આપી હતી.

Download Our B K News Today App



Related News