ડીસામાં મહેસુલી કર્મચારીઓની હડતાળ અધિક મુખ્ય સચિવની ખાત્રીથી મોકૂફ, 10 દિવસમાં આ પ્રક્રિયા નહીં થાય તો ફરી આંદોલન થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-27 14:59:13
  • Views : 314
  • Modified Date : 2022-09-27 14:59:13


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે મહેસૂલી કર્મચારીઓની હડતાળ મોકૂફ રહી છે. અધિક મુખ્ય સચિવે તેમની માંગણીઓ મામલે ઝડપી પ્રક્રિયા કરવાની ખાત્રી આપતાં આજે હડતાળ હમણાં પૂરતી મોકૂફ રખાઈ છે.

જુની પેન્શન યોજનાના અમલીકરણ સહિત વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકારી કર્મચારીઓ આંદોલનના માર્ગે છે. ત્યારે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મહેસૂલી કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના હતા. જેમાં મહેસૂલી કર્મચારીઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવા, ફિક્સ પગારપ્રથા બંધ કરવી, 7માં પગાર પંચના વિવિધ ભથ્થાની ચુકવણી સહિતના 17 જેટલાં પડતર પ્રશ્નોને લઇ આજે રાજ્યની સાથે બનાસકાંઠામાં પણ કર્મચારીઓએ લડત આરંભી હતી.

સરકાર નિરાકરણ નહીં લાવે તો આજથી તો ચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાના હતા. પરંતુ, અધિક મુખ્ય સચિવે દરમિયાનગીરી કરી કર્મચારીઓના પ્રશ્નો મામલે ઝડપી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાત્રી આપતાં હાલ પુરતી હડતાળ મોકૂફ રખાઈ છે. સાથે જ કર્મચારી મંડળે પણ જણાવ્યું હતું કે, જો આગામી 10 દિવસ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ ફરી આંદોલનનો માર્ગ અપનાવશે.

Download Our B K News Today App



Related News