ગુજરાત સરકારે તલાટીઓની પડતર માંગણીઓ સ્વીકારી લેતા હડતાલનો અંત આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-24 12:01:36
  • Views : 267
  • Modified Date : 2022-08-24 12:01:36


ગુજરાત સરકારે તલાટીઓની પડતર માંગણીઓ સ્વીકારી લેતા હડતાલનો અંત આવ્યો છે અને બનાસકાંઠાના ડીસામાં પણ 102 ગ્રામ પંચાયતોમાં આજથી તલાટીઓએ ગ્રામપંચાયત ના દરવાજા ખોલી ચાર્જ સંભાળ્યો છે. 22 દિવસ બાદ ગ્રામ પંચાયતો ખુલતા જ અરજદારોનો ઘસારો વધ્યો હતો

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ તલાટીઓની 22 દિવસથી ચાલી અચોક્કસ મુદત ની હડતાલનો સુખદ અંત આવ્યો છે. વિવિધ પડતર માંગણીઓને લઇ ડીસામાં પણ 70 તલાટીઓએ 102 ગ્રામ પંચાયતને તાળું મારે હડતાલ પર ઉતરી ગયા હતા જેના કારણે અરજદારોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી જો કે સરકારે હવે તલાટીઓની પાંચ માંથી ત્રણ માંગણીઓ સ્વીકારી લેતા હડતાલનો સુખદ અંત આવ્યો છે અને ડીસા માં પણ આજે તમામ તલાટીઓએ મંડળ ના પ્રમુખ પાસેથી ગ્રામપંચાયત ઓફિસ ની ચાવી અને સહી સિક્કા મેળવી ચાર્જ સંભાળ્યો હતો. 22 દિવસ બાદ ગ્રામ પંચાયતનો તાળા ખુલતા જ અરજદારોનો ઘસારો પણ વધ્યો હતો. આ અંગે ડીસા તલાટી એસોસિએશનના પ્રમુખ અલ્પેશભાઈ ગોસ્વામી એ જણાવ્યું હતું કે હડતાલનો અંત આવતા જ ડીસા ના તલાટીઓ તેમના સહી સિક્કા અને ઓફિસ ની ચાવી લઈને ગ્રામ પંચાયત રાબેતા મુજબ શરૂ કરી છે. તેમજ અરજદારો કોઈ તકલીફ ન પડે તે માટે તકેદારી રાખી રહ્યા છીએ . . .

Download Our B K News Today App



Related News