ખડગપુરમાં PM Modi એ કહ્યું- 'અમને 5 વર્ષ આપો, 70 વર્ષની બરબાદી દૂર કરી દઇશું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 13:27:39
  • Views : 252
  • Modified Date : 2021-03-20 13:27:39

    પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો શંખનાદ થઇ ચૂક્યો છે. તમામ રાજકીય પક્ષોએ તાકત લગાવી દીધી છે. ભાજપ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પ્રચાર અભિયાનની કમાન સંભાળી છે. પીએમ મોદી સતત ચૂંટણી રાજ્યોમાં રેલી કરી રહ્યા છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી પશ્વિમ બંગાળ  ના ખડગપુર પહોંચ્યા છે. ખડગપુર રેલી બાદ અસમ ચબુઆમાં રેલી સંબોધિત કરશે. 

    ખડગપુરમાં રેલી સંબોધિત કરતાં  પીએમ મોદીએ કહ્યું કે 'આ મારું સૌભાગ્ય છે કે આજે આટલી મોટી સંખ્યામાં તમે પણ ભાજપને આર્શિવાદ આપવા જોઇએ. તમારો આ ઉત્સાહ સ્પષ્ટ કહી રહ્યો છે, કે બંગાળમાં આ વખતે ભાજપ સરકાર. બંગાળના સારા ભવિષ્ય માટે અમારા 130 BJP કાર્યકર્તાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું જેથી બંગાળની ધરતી આબાદ રહે. બંગાળ ભાજપ અધ્યક્ષની પ્રશંસા કરતાં પીએમ મોદીએ કહ્યું કે મને ગર્વ છે કે મારી પાર્ટી પાસે દિલીપ ઘોષ  જેવા અધ્યક્ષ છે. તેમના પર અનેક હુમલા થયા, મોતને ઘાટ ઉતારવાનો પ્રયત્ન થયો પરંતુ તે બંગાળના ઉજ્જવળ ભવિષ્યનું પ્રણ લઇને ચાલી પડ્યા અને આજે આખા બંગાળમાં નવી ઉર્જા ભરી રહ્યા છે. 

    પીએમ મોદીએ કહ્યું કે ખડગપુરના ક્ષેત્રમાં મીની ભારતની ઝલક જોવા મળે છે. ભારતની વિવિધતા અલગ-અલગ ભાષાઓ અને બોલીઓની તાકાત અહી જોવા મળે છે. ખડગપુરના આ આટલા લાંબા રેલવે પ્લેટફોર્મ, ભારતની પહેલી IIT, આ ભૂમિનું ગૌરવ વધારે છે. બંગાળની જનતાને કહ્યું કે સેવાનો અવસર આપીને જુઓ, અમે કેવી રીતે ઓશોલ પોરિબોરતોન લાવીને બતાવીશું. તમારા જીવનની એક એક સમસ્યાને દૂર કરવા માટે અમે રાત દિવસ મહેનત કરીશું. 

 

Download Our B K News Today App



Related News