ડીસાની દિપક હોટલ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 12:19:51
  • Views : 207
  • Modified Date : 2021-12-07 12:19:51

 

ડીસાની દિપક હોટલ પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને  ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી.બાબાસાહેબ આંબેડકરનું મૂળ નામ: ભીમરાવ રામજી આંબેડકર હતું. તેમનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧ના રોજ થયો હતો. જ્યારે ડિસેમ્બર 1956ના રોજ તેમનું અવસાન થયું હતું.એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતા હતા. તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી. તેઓએ ભારતીય બંધારણસભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને 'બંધારણના ઘડવૈયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા. આજરોજ  ડીસા મુકામે બંધારણ ના ઘડવૈયા સર્વ સમાજ ના તારણહાર, આઝાદ ભારતના પ્રથમ કાયદા મંત્રી,મહિલાઓ ના હિત રક્ષક, ભારત રત્ન ડૉ.બાબા સાહેબ આંબેડકર જી ના મહાપરિનિર્વાણ દિન નીમીતે પ્રતિમા ને પુષ્પાંજલિ અપૅણ કરી જેમાં સવિતાબેન હરિયાળી (ઉપપ્રમુખ ડીસા નગરપાલિકા)ધનજીભાઈ ચૌહાણ (બનાસકાંઠા જિલ્લામાં કારોબારી સભ્ય જા મો)પ્રવિણભાઈ પુનડીયા પ્રમુખ ( જા મો ડીસા)નયનાબેન સોલંકી ,ચંદુભાઈ (પ્રમુખ જા મો તા ડીસા) ભરતભાઇ પરમાર વકીલ (મહામંત્રી જા મો ડીસા ) તથા અનુસુચિત જાતિ મોરચા ડીસા ના હોદ્દેદારો તથા કાયૅકતૉ હાજર રહ્યા હતા..

Download Our B K News Today App



Related News