સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 5 દિવસ રાજ્યમાં વરસશે વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-12 17:08:41
  • Views : 103
  • Modified Date : 2023-07-12 17:08:41

આગામી 4થી 5 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી છે. 16, 17, 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે તેવી શક્યતા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

Download Our B K News Today App



Related News