રાજય મહેસૂલ વિભાગ આગામી સપ્તાહમાં રાજ્યના 70 લાખ કરતાં વધુ પશુપાલકો અને માલધારીઓ માટે મહ્તવપુર્ણ નિર્ણય લેવા જઈ રહી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-29 11:00:11
  • Views : 256
  • Modified Date : 2022-05-29 11:00:11

રાજય મહેસૂલ વિભાગ આગામી સપ્તાહમાં રાજ્યના 70 લાખ કરતાં વધુ પશુપાલકો અને માલધારીઓ માટે મહ્તવપુર્ણ નિર્ણય લેવા જઈ રહી છે

રાજય મહેસૂલ વિભાગ આગામી સપ્તાહમાં રાજ્યના 70 લાખ કરતાં વધુ પશુપાલકો અને માલધારીઓ માટે મહ્તવપુર્ણ નિર્ણય લેવા જઈ રહી છે. તેમના વાડા સંહિતાના નિયમ અનુસાર સીમતળમાં આવેલ વાડાંને માલિકી હક આપવાનો નિર્ણય લેવામાં આવશે. આગામી સપ્તાહમાં આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સરકાર સાથે ચર્ચા કર્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કરી ૫૪ વર્ષ જૂના આ પ્રશ્નનું નિરાકરણ લાવશે. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી અગાઉ પણ ગામતળ જમીન મુદ્દે નિર્ણય લેવાયો હતો. ૨૦૧૭માં રાજ્ય સરકારના મહેસુલ વિભાગે ગામતળમાં આવેલા વાડાને માલિકી હક આપવામાં આવ્યો હતો. જો કે સીમતળમાં આવેલા વાડાંનો માલિકી હક આપવાનો નિર્ણય પડતર હતો ત્યારે હવે રાજ્ય સરકારને મળેલી રજુઆત આધારે સરકાર સીમતળ વાડાંને પણ કાયદેસર માલિકી હક મળે તે માટે નિર્ણય ટુંક સમયમાં જાહેર કરશે. સરકાર દ્વારા લેવામાં આવનારા આ નિર્ણયને લઈ બનાસકાંઠા જિલ્લાના માલધારીઓની શું પ્રતિક્રિયા છે તે સાંભળો...!

Download Our B K News Today App



Related News