અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-02 16:58:34
  • Views : 92
  • Modified Date : 2023-12-02 16:58:34

ગુજરાત રાજ્યમાં મોટાભાગની ચેકપોસ્ટને વર્ષ 2019માં નવીન બનાવવામાં આવી હતી. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજી સાથે આરટીઓ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી હતી. પરંતુ હવે તે ચેકપોસ્ટને બંધ કરી દેવામાં આવી છે. માત્ર આઠેક મહિના જ અદ્યતન નવી ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી હતી. આમ બીન વપરાશ હેઠળ રહેતા અદ્યતન આરટીઓ ચેકપોસ્ટ હવે ધૂળ ખાવા લાગી છે અને સ્થિતિ ખંડેર જેવી નજર આવવા લાગી છે.અંબાજી નજીક આવેલી ચેકપોસ્ટના પણ આવા જ હાલ છે. અહીં પણ ચેકપોસ્ટને તૈયાર કરવામાં આવી હતી અને જે પણ બંધ કરી દેવાને લઈ કરોડોનો ખર્ચ હવે ખંડેર રુપે જોવા મળી રહ્યો છે. લોકો બારી બારણા ચોરી જવા સાથે અસામાજીક તત્વો દ્વારા તેમાં તોડફોડ કરવામાં આવી છે. તો વળી અંબાજી ગ્રામ પંચાયતના સેક્રેટરીએ કહ્યુ છે, કે, આ મિલકતને યોગ્ય કચેરીઓ માટે સોંપવામાં આવે તો છાપરા જેવી સ્થિતિમાં ચાલતી કચેરીઓને સારી સુવિધા મળી શકે છે.

Download Our B K News Today App



Related News