રાજ્યસભાના સાંસદે દતક લીધેલ જુનાડીસા ગામ પંચાયતનું સ્ટેટ લાઈટનું બિલ ના ભરાતા ugvcl દ્વારા કનેક્શન કાપી દેવાતાં ચકચાર મચી જવા પામી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-01 11:15:52
  • Views : 206
  • Modified Date : 2022-04-01 11:15:52

ડીસા તાલુકાના જુનાડીસા ગામ પંચાયત કચેરી છેલ્લા કેટલાય સમયથી વહીવટ કથળ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે સરપંચ સહિત તલાટી કમ મંત્રી પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા ના વતન એવા જુના ડીસા ગામે  ગામ પંચાયત દ્વારા  માં સ્ટેટ લાઈટનુ બીલ  અંદાજીત ૬૦,૦૦૦ આસપાસનુ બિલ ન ભરાતા ugvcl દ્વારા કનેક્શન  કાપવામાં આવ્યું હતું  મસ્ત મોટા દાવા કરતી જુનાડીસા ગામ પંચાયત કચેરી ડિજિટલ આકારની સહિત અનેક સેવાઓ ડિજિટલ કરવા જઈ રહ્યા છે ત્યારે સ્ટેટ લાઈટ બીલ ભરવાના પણ નાણાં નથી ત્યારે ડીજીટલ ગામ પંચાયતના સપના સાકાર કેવી રીતે થશેે ગામ પંચાયત કચેરી દ્વારા આટલા વેરા વધાર્યા છતાં પંચાયતની સ્ટ્રીટ લાઈટ કપાવાનો વારો આવ્યો સરકાર શ્રી દ્વારા દર વર્ષે  કરોડા રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં  આજે જુનાડીસા ગામે અંધારપટ્ટ છવાઈ જવા પામ્યો છે ત્યારે જવાબદાર કૌન લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે જુનાં ડીસા પંચાયતનાં સત્તાધિશો વેરા વસૂલાત કરવામાં નિષ્ફળ ગયા હોય તેવું  દેખાઈ રહ્યું છે જ્યારે જ્યારે તલાટી કમ મંત્રીને પૂછવામાં આવે ત્યારે હું વેરા વસુલાતમાં છું તેવું જણાવતાં હોય છે  જો રેગ્યુલર વેરા વસૂલાત થતી હોય તો વિજ બીલ કેમ ના ભરી શક્યા આજે જુના ડીસા ગામ પંચાયત દ્વારા લગાવેલ સ્ટ્રીટ લાઈટો કાપવામાં આવી તો શું પંચાયત દેવાદાર છે  આ પણ એક ચર્ચાનો વિષય છે ત્યારે વિકાસની મોટી મોટી વાતો કરતી ગુજરાત સરકારના  રાજ્યસભાના સાંસદે  દતક લીધેલું જુનાડીસા ગામ આજે ગામ પંચાયતનાં ગેર વહીવટના કારણે  અંધારપટમાં છવાઈ ગયું છે થોડા સમયમાં હિન્દુ મુસ્લિમ ધર્મના ધાર્મિક તહેવારો આવી રહ્યાં છે ચૈત્રી નવરાત્રી સાથે રમઝાન મહીનાની શરૂઆત થઈ રહી છે ત્યારે કોમિ એકતાના દર્શન કરાવતાં જુના ડીસા ગામે અંધારપટ ક્યારે દુર થશે તેવા સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડીયા દ્વારા  પણ દત્તક લીધેલ જુના ડીસા ગામમાં ગામ પંચાયતના અંધારા વહીવટને દુર કરાવી પારદર્શક વહીવટ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી ગ્રામજનોની લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે

Download Our B K News Today App



Related News