રાજ્યમાં ભરશિયાળે જામ્યો માવઠાંનો માહોલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-27 14:56:03
  • Views : 71
  • Modified Date : 2023-11-27 14:56:03

રાજ્યમાં કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને ઉત્તરથી લઈને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર વર્તાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં રવિવારની સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો અને અનેક જિલ્લાઓમાં સવારથી જ વરસાદની શરૂઆત થઈ હતી. રાજ્યના 230થી વધુ તાલુકામાં કમોસમી વરસાદેકેર વરસાવ્યો છે. જેમા 45 તાલુકા એવા છે જ્યાં 1 થી 4ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની મજબૂત સિસ્ટમને કારણે માવઠું થઈ રહ્યું છે. આજે તેમજ કાલે એમ બે દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. આગાહી પ્રમાણે જ રાજ્યભરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને પછી પડ્યો ધોધમાર વરસાદ. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહીને પગલે વરસાદ વરસ્યો. જેમના ઘરે શુભ પ્રસંગો છે તેમની ચિંતામાં વધારો થયો છે અને ખેડૂતોની સ્થિતિ તો બદથી બદતર થઈ છે.. પાક ઢળી પડ્યો છે, રવિપાકને લઈને ખેડૂતોની અપેક્ષા પર પાણી ફરી વળ્યું છે.

Download Our B K News Today App



Related News